ગુજરાત
News of Wednesday, 17th February 2021

સુરત અમરોલી-છાપરાભાઠા ચોકડી નજીક સોસાયટીમાં આવેલ જવેલર્સની દુકાનનું શટર તોડી તસ્કરો 11 લાખના સોના ચાંદીના દાગીના ચાઉં કરી ગયા

સુરત; શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શટર વચ્ચેથી ઉંચું કરી ચોરીનો કસબ અજમાવતી ટોળકી સક્રિય થઇ છે. ગત રાત્રે ટોળકી અમરોલી-છાપરાભાઠા ચોકડી નજીક બાપા સીતારામ મઢુલીની સામે સંતકૃપા સોસાયટીના પ્લોટ નં. 4 માં દુકાન નં. 3 શ્રી ચામુંડા જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી હતી

ચોર ટોળકીએ દુકાનનું શટર વચ્ચેથી ઉંચું કરી અંદર પ્રવેશી કેશ કાઉન્ટરના ખાનામાંથી રોકડા રૂા. 1.11 લાખ અને ચાંદીના ઝુડા, કડા, વીંટી, પાય મંગળસૂત્ર મળી 7.500 કિલોગ્રામના દાગીના અને સોનાનો હાર, ચેઇન વિગેરે મળી કુલ રૂા. 5.51 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતાજ્વેલર્સની બાજુમાં ફાઇનાન્સની ઓફિસ ધરાવતા કલ્પન જયેશ ઓઝાએ દુકાનદાર લાલજી ઉર્ફે લાલાભાઇ કેશવ મીર (.. 24 રહે. ડી/2/201 સ્ટાર ગાર્ડન રેસીડન્સી, છાપરાભાઠા અને મૂળ. ખોખરનેસ, તા. રાણપુર, જિ. બોટાદ) ને જાણ કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા

ઘટના અંગે લાલજી મીરે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી અને ચોરીનો ગુનો નોંધી સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે ચોરનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. છાપરાભાઠાના જ્વેલર્સમાં ત્રાટકેલા તસ્કરો રૂા. 5.11 લાખની મત્તા ચોરી ગયા.

(5:38 pm IST)