ગુજરાત
News of Wednesday, 17th February 2021

વિમાનમાં બેસીને ભોજનની મજા માણી શકશે : હવે વડોદરામાં બનશે ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ

એરબસ-320માં રેસ્ટોરન્ટ શરૂ કરાશે : ગ્રાહકો વિમાનમાં બેસીને જમતા હોય તેવી થ્રીલનો અનુભવ કરશે

વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. લોકોને આકર્ષવા માટે વડોદરામાં ગુજરાતનું સૌ પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની રહ્યું છે. હાલ વિશ્વના 8 એવા શહેર છે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ધમધમે છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા અને હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ હોવાની માહિતી છે. હવે વડોદરામાં પણ આવી જ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ શરૂ થવા જઈ રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા શહેરમાં એરબસ-320માં રેસ્ટોરન્ટ શરૂ થવા જઈ રહી છે. જે ગુજરાતની પ્રથમ એરોપ્લેન રેસ્ટોરન્ટ બનશે. અહીં જમવા આવનારા ગ્રાહકો વિમાનમાં બેસીને જમતા હોય તેવી થ્રીલનો અનુભવ કરશે

વડોદરાના ધનિયાવી બાયપાસ નજીકની એક હોટેલના ઓનર આ રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યાં છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં એક સાથે 99 લોકો જમવા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના પગલે વિશ્વના અનેક દેશોમાં લૉકડાઉન લાગૂ થઈ ગયું હતું. આ સમયે જે લોકો હવાઈ મુસાફરીના શોખીન તો હતા, પરંતુ કોરોનાના કારણે પોતાનો શોખ પૂરો નહતા કરી શકતા, તેમના માટે બેંગકૉકમાં થાઈલેન્ડ બેસ્ડ એરલાઈન કંપની થાઈ એરવેઝે ફ્લાઈટની થીમ પર રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી.

(8:05 pm IST)