ગુજરાત
News of Wednesday, 17th February 2021

અમદાવાદમાં મુસ્લિમ મતદારોને રીઝવવા બિરયાનીની જિયાફત શેરીઓ અને મહોલ્લામાં ડેગો ચઢાવાઇ : લગ્નપ્રસંગ જેવો માહોલ

જિયાફતમાં કાર્યકર્તાઓ સિવાયના તમામ લોકોની સુવિધાનું ખાસ ધ્યાન અપાઈ છે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમામ પાર્ટીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જયારે ઉમેદવારો કરતા પ્રજા સૌથી વધારે ઉત્સાહમાં છે. મુસ્લિમ વિસ્તારમાં હાલ તમામ પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તમામ વિસ્તારોમાં લગ્ન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે તમામ શેરીઓ અને મહોલ્લામાં ડેગો ચઢાવવામાં આવી રહી છે અને આટલું જ નહીં તમામ ઉમેદવારો મતદાતાઓના પસંદનું જમવાનું બનાવી રહ્યા છે. તેમની તમામ માંગણીઓ પર ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વખતની ચૂંટણીમાં લોકોમાં કંઈ અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ મુસ્લિમ વિસ્તારોમાં ઉમેદવારો પોતાના વોર્ડમાં પ્રચાર માટે કામે લાગી ગયા છે અને મતદાતાઓને રિઝવવા માટે અનવના પેંતરાઓ પણ કરતા જોવા મળી રહ્યા છે. જો કે, ઉમેદવારો કરતા પ્રજામાં વધારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કેમ કે જયારથી અમદાવાદમાં ઓવૈસીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ અને ભાજપને આડેહાથે લીધી છે ત્યારથી લોકોમાં દિમાગમાં હાલ AIMIM જ જોવા મળી રહ્યું છે

જો કે, અમદાવાદમાં ઓવૈસીના રોડ શોમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા જેના કારણે કોંગ્રેસમાં ફફડાટ વ્યાપી ગયો છે. જયારે તમામ પાર્ટીના ઉમેદવારો પોતાની સીટ બચાવવા મતદાતાઓને લાલચ પણ આપી રહ્યા છે. મુસ્લિમ વિસ્તારમાં હાલ કોઈ લગ્ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા મોટી મોટી જિયાફતની પાર્ટીઓ આપવામાં આવી રહી છે અને તે જિયાફતમાં કાર્યકર્તાઓ સિવાયના તમામ લોકોની સુવિધાનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે.

શહેરના મુસ્લિમ વિસ્તારમાં હાલ કંઈ અનોખો જ માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટીઓના ઉમેદાવારોએ તેમના વોર્ડમાં એક મસમોટી ઓફિસો ખોલી લોકોને બેસાડી રહ્યા છે. તે ઓફિસમાં લોકોને જલસા પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. તમામ લોકો સવારેથી માડી રાત સુધી ઓફિસમાં બેસી મોજ મસ્તી કરતા હોય છે અને જે તે પાર્ટીનું પ્રચાર કરે છે.

પહેલાની ચૂંટણીમાં આટલો ક્રેઝ જોવા મળતો ન હતો. આ વખતે ઉમેદવારોએ પ્રચાર માટે પણ એક અનોખો પેંતરો શોધી કાઢ્યો છે. જેમાં વરઘોડો,ડીજે,નાસીક ઢોલ સહિતની ઘણા નવા પેંતરાઓ સાથે પ્રચારમાં નિકળી લોકોને આકર્ષવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, આ વખતે પાર્ટીઓ દ્વારા ઘણો સારો એવો ખર્ચો પણ કરવામાં આવી રહ્યો છે. જેનાથી કાર્યકર્તાઓના લીલીલેર થઈ ગયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જયારથી AIMIMની એન્ટ્રી થઈ છે ત્યારથી જ રાજકારણ ગરમાયું છે. તમામ પાર્ટીઓ પોતાની સીટો બચાવવા માટે કામે લાગી ગઈ છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની જાહેર સભામાં ઓવૈસીએ કોગ્રેસને આડેહાથી લીધી હતી. જેથી તમામ કોંગ્રેસ સહિતની પાર્ટીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે, હાલ અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં AIMIMનો સૌથી વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વખતે કોંગ્રેસ માટે પોતાની સીટ બચાવવી મુશ્કેલ પણ જોવા મળી રહી છે

  સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાતાઓને કઈ રીતે રિઝવવા અને તેઓની સમસ્યા શું છે તેવો પ્લાન તૈયાર કરી ઉમેદવારો પ્રચાર કરવા માટે નિકળી પડ્યા છે. ત્યારે પહેલા કોટ વિસ્તારમાં ફકત કોંગ્રેસને જ લોકો મત આપતા હતા પરતું આ વખતે કોગ્રેસની હાલત કફોડી જોવા મળી રહી છે. ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા આ વખતે પાર્ટી ઓફિસમાં કાર્યકર્તાઓને બે સમય જમવાનું આપવામાં આવે છે અને તેમાં પણ બીરયાની સહિતની શાહી આઈટમો જમવા માટે આપવામાં આવી રહી છે અને તેમની તમામ જરુરિયાતોનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. જો કે, હવે આ રસાકસી માહોલમાં એ જોવાનું રહ્યું કે મતદાતાઓ તેમની પસંદના જમાવાની તરફ જશે કે પછી તેમના વિસ્તારમાં જે સુવિધા નથી તેના તરફ જશે

(8:26 pm IST)