ગુજરાત
News of Wednesday, 17th February 2021

લગ્ન સમારંભમાં વિરમગામના કણઝરીયા પરીવારે શ્રી રામ જન્મ ભુમિ તિર્થક્ષેત્ર માટે નિધી સમર્પણ કર્યું


(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ભગવત કૃપાથી હિન્દુ સમાજના ૪૯૨ વર્ષના પ્રદીર્ધ અને સાતત્યપૂર્ણ સંઘર્ષ પછી શ્રી રામ જન્મભૂમિ - અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લાનું ભવ્ય મંદિર નિકટ ભવિષ્યમાં સાકાર થશે. હિન્દુ ધર્મ - સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમાન આ મંદિર વાસ્તુકલામાં પણ અદ્રિતિય હશે. દેવોને પણ દુર્લભ તેવી ભગવાનની જન્મભુમી પર નિર્માણ પામનાર આ ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણ હેતુ મકરસંક્રાંતિથી માઘપૂર્ણિમા અર્થાત દિનાંક ૧૫/૦૧/૨૦૨૧ થી ૨૭/૦૨/૨૦૨૧ સુધી સંપુર્ણ દેશમાં ૪ લાખ ગામોમાં ૧૩ કરોડ પરિવારોને જોડવાના ભવ્ય લક્ષ્ય સાથે "વ્યાપક નિધિ સમર્પણ અભિયાન" વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘ વિચારની સંસ્થાઓ દ્વારા ચાલવવામાં આવવામાં આવી રહ્યુ છે ત્યારે વિરમગામના જાણીતા સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં યોજાયેલ મિલનભાઇ મુકેશભાઇ કણઝરીયાના લગ્ન સમારંભમાં કણઝરીયા પરીવાર દ્વારા શ્રી રામ જન્મ ભુમિ તિર્થક્ષેત્ર માટે નિધી સમર્પણ કર્યુ હતુ. આ શુભ પ્રસંગે  કણઝારીયા પરિવારે જણાવ્યું હતું કે,  રામલલ્લાના માં મંદિર માટે ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી યથાશક્તિ આપવાની તક આજે મળી,  એથી રૂડું શું હોઈ શકે....? અમે નસીબદાર છીએ કે અમારા પરિવારની ખુશીના પ્રસંગે અમે આ નિધિ સમર્પણ કરીએ છીએ.

(8:27 pm IST)