ગુજરાત
News of Wednesday, 17th February 2021

રાજપીપળામાં આરોગ્ય અધિકારીઓ તથા કર્મચારીઓએ કોવિડ રસીનો બીજો ડોઝ લીધો

નર્મદા જિલ્લામા આજદિન સુધી હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત કુલ-૯૬૪૯ને કોરોના વિરોધી રસી અપાઇ : જિલ્લાની સિધ્ધિ ૮૦ ટકા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે ફ્રન્ટ લાઇન વર્કરોને બીજા તબક્કાના ચાલી રહેલા કોરોના વેક્સીનમાં ફ્રન્ટલાઇન વર્કરોએ રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે  કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઇન હેલ્થકેર વર્કર્સને રસી અપાઇ હતી, જેમાં ૮૨ ટકાથી વધુ કામગીરી થઇ છે. હાલ ચાલી રહેલાં બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કર કે જેમાં મહેસૂલી અને પંચાયતી રાજ સંસ્થાના કર્મચારીઓ તેમજ અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમા પણ ૮૦ ટકા જેટલી  કામગીરી થઇ ગઇ છે અને આ કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.
 આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત, ફીઝીશીયન ડૉ. જે.એલ.મેણાત વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

(12:05 am IST)