ગુજરાત
News of Saturday, 17th April 2021

રાજપીપળાના બજારો ત્રણ દિવસ બાદ શુક્રવારે ખુલ્લા થતા ખરીદી માટે લોકોની ભીડ વધી

સતત ત્રણ દિવસ વેપારીઓએ અધિકારીઓ ની વાત સ્વીકારી શહેરમાં કોરોના સંક્રમણ ન વધે એ માટે સ્વૈચ્છિક બંધ પાળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં મંગળવાર,બુધવાર અને ગુરુવાર આમ ત્રણ દિવસ શાક માર્કેટ સહિત શહેરની તમામ દુકાનો બંધ રહી હતી જેમાં ફક્ત મેડિકલ સ્ટોર,દૂધ ડેરી અને પેટ્રોલ પંમ્પ ખુલ્લા રહ્યા હતા જોકે ત્રણ દિવસના સ્વયંભૂ બંધ બાદ આજે ચોથા દિવસે દુકાનો અને શાક માર્કેટ ખુલતા ગ્રાહકોની ભીડ વધી હતી પરંતુ આજે માસ્ક સાથે સૌ નજરે પડ્યા હતા, જોકે શહેર ની સાંકડી ગલીઓ માં શાક માર્કેટ નો અમુક વિસ્તાર હોય ત્યાં સોસીયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ જણાઈ છે જેથી અમુક જગ્યાઓ પર સોસીયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું છતાં ત્રણ દિવસ થી શાકભાજી સહિતની વસ્તુઓ વિના અટવાયેલા લોકો શુક્રવારે સવાર થી બજાર માં દોડતા જોવા મળ્યા હતા.

(12:18 am IST)