ગુજરાત
News of Saturday, 17th April 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બાળકોના ઝઘડામાં મોટાઓ બાખડતાં મામલો બિચક્યો:સામસામે લોખંડના પાઇપથી હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મન્સૂરી કબ્રસ્તાન રોશન નગરમાં રહેતા ગુડ્ડુ પઠાણ સિલાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ૧૫મી એપ્રિલના રોજ તેઓ પરિવાર સાથે ઘરમાં હાજર હતા તે સમયે મહોલ્લામાં રહેતા દિલબર પઠાણના બાળકો તથા તેમની બહેનના બાળકો લડતા તેનું ઉપરાણું લઈ  મોટા પણ બાખડી પડ્યા હતા. 

જો કે  મામલો થાળે પડતાં રોજા ઇખતારી ના સમયે  ઘરમાં બેઠા હતા. તે વખતે અચાનક મહોલ્લામાં રહેતા ઉવેશ પઠાણ ચપ્પુ સાથે  તેની સાથે આમીર પઠાણ લોખંડનું પંચ તથા તેનો ભાઈ ભુરિયો પઠાણ પટ્ટો લઈને ધસી આવ્યા હતા. અને અપશબ્દો બોલી  ઉવેશ એ ગુડ્ડુ પઠાણના માથામાં ચપ્પુનો ઘા માર્યો હતો. જ્યારે આમિરે લોખંડના પંચ તથા ભુરિયાએ  પટ્ટા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા  ગુડ્ડુ ને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ હુમલાખોરોએ ઇજાગ્રસ્તના ભાઈને રસ્તામાં આંતરિક પોલીસ ફરિયાદ કરશે તો ગુડડુંને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. ફરિયાદના આધારે પોલીસે ઉવેશ પઠાણ , આમીર પઠાણ , ભુરિયા પઠાણ તથા દિલવરી પઠાણ (તમામ રહે - મન્સૂરી કબ્રસ્તાન,  કારેલીબાગ, વડોદરા)  વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)