ગુજરાત
News of Saturday, 17th April 2021

વડોદરાના ગોરવા વિસ્તારમાં મકાનમાં દારૂનો વેપલો ચલાવનાર શખ્સને ત્યાં પોલીસે દરોડા પાડી 24 બોટલો જપ્ત કરવામાં આવી

વડોદરાઃશહેરના ગોરવા વિસ્તારમાં એક મકાનમાં દારૃનો ધંધો ચાલતો હોવાની વિગતોના પગલે પોલીસે દરોડો પાડી દારૃની બોટલો કબજે કરી હતી.

પોલીસને મળેલી માહિતીના આધારે લક્ષ્મીપુરા રોડની ચંદ્રલોક સોસાયટીના મકાનમાં બપોરે દરોડો પાડતાં હર્ષદ ઉર્ફ પિન્ટુ દલપતસિંહ જાદવ પકડાઇ ગયો હતો.પોલીસે દારૃની રૃા.૮ હજારની કિંમતની ૨૪ બોટલો કબજે કરી હતી.

પૂછપરછ દરમિયાન વધુ બે જણાના નામો ખૂલતાં પોલીસે ભાવેશ મનહરભાઇ પટેલ (ગોરવા) અને ગબા નામના એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.

(5:07 pm IST)