ગુજરાત
News of Saturday, 17th April 2021

ગાંધીનગર:અડાલજ પોલીસે બાતમીના આધારે કોટેશ્વર ગામની સીમમાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવા માટે પોલીસ દોડી છે ત્યારે અડાલજ પોલીસની ટીમે બાતમીના આધારે કોટેશ્વર ગામની સીમમાં ઝાડીઓમાં સંતાડાયેલો વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ઝડપી પાડયો છે. દારૃની બોટલ અને બિયર મળી ૯૮૩ નંગ કબ્જે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા અને કુલ બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૃ કરી છે.   

ગાંધીનગર જિલ્લામાં પણ દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દોડી રહી છે. ત્યારે અડાલજ પોલીસ ઈન્સ્પેકટર જે.એચ.સિંધવે પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી આ દિશામાં કામગીરી કરવા માટે સૂચના આપી હતી. જેના અનુસંધાને ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.આશિષસિંહને બાતમી મળી હતી કે કોટેશ્વર ગામની સીમમાં મધર ડેરીની પાછળ આવેલી ઝાડીમાં રીતેશ ઉર્ફે માઈકલ ગોપાલભાઈ ગારંગે રહે.શોભનાબેનની ગલી છારાનગર દ્વારા વિદેશી દારૃ સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં રીતેશ અને અજય હરેશભાઈ ઠાકોર રહે.કોટેશ્વર ગામ મળી આવ્યા હતા.પોલીસે આ સ્થળેથી વિદેશી દારૃ અને બિયરની કુલ ૯૮૩ બોટલો કબ્જે કરી હતી. ૧.૭૦ લાખના દારૃ બીયર તેમજ ત્રણ મોબાઈલ અને બાઈક મળી ર.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આ શખ્સો દારૃ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે જાણવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. 

(5:10 pm IST)