ગુજરાત
News of Saturday, 17th April 2021

બાયડ તાલુકાના ડેમોઈ ગામે કોવીડ હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલ મહિલાનો મૃતદેહ બદલાઈ જતા હોબાળો મચી જવા પામ્યો

બાયડ:તાલુકાના ડેમાઈ ગામે રહેતા પંચાલ હંસાબેન નામની મહિલા કોરોનામાં સપડાતા તાજેતરમાં વાત્રકની કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે ડેમાઇ મહિલ કોરોના સામે જંગ હારી ગયાનું હોસ્પિટલના સ્ટાફે જણાવી મૃતદેહને પરિવારને સોંપ્યો હતો. પરંતુ મૃતક મહિલાના પરિવારજનો મહિલાના અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઈ જતા ખબર પડી હતી કે મૃતદેહ તો તેમના સંબંધિ મહિલા નહીં પણ અન્યનો હોવાનું જણાયું હતું. આથી રોષે ભરાયેલા પરિવારજનો અન્ય મહિલાના મૃતદેહને હોસ્પિટલે પરત આપી તંત્રની બેદરકારીથી મૃતદેહ બદલાયો હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચવ્યો હતો.

જ્યારે બીજી બાજુ મૃતદેહ બદલાઈ જવાના બનાવ અંગે હોસ્પિટલના સ્ટાફે અપૂરતા સ્ટાફથી ભૂલ થઈ હોવાનું સ્વીકારી મૃતકના પરિવારજનો સામે દિલગીરી વ્યકત કરી હતી. જો કે ડેમાઇ ગામના મૃતક પરિવારજનોએ મૃતદેહ બદલાઇ જવા જેવી ગંભીર ઘટનાનો વિરોધ કરીને જવાબદારો સામે પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(5:10 pm IST)