ગુજરાત
News of Saturday, 17th April 2021

વલસાડ જીલ્લામાં નવી વ્‍યવસ્‍થા ઉભી કરાતા સિવિલ હોસ્‍પિટલ ઉપર કોરોના દર્દીઓનું ભારણ ઘટયુઃ નવા 400 બેડ ઉમેરાયા

વલસાડ: વલસાડ જિલ્લામાં કોરોના કેસો વધતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડી સાંજે બેઠક કરી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લા માટે નવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નવી વ્યવસ્થાઓથી વલસાડ જિલ્લાની કોવિડ સિવલ હોસ્પિટલ પરનું ભારણ ઓછું થશે.

રાજ્યભરની સાથે વલસાડ જિલ્લામાં કોરોના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને વલસાડ જિલ્લાની કોવિડ સિવિલ હોસ્પિટલમાં 300 બેડ ફૂલ થઈ જવાના આરે પહોંચતા વહીવટી તંત્ર દ્વારા મોડી સાંજે તાત્કાલિક બેઠક કરી 100 બેડ વધારવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 300 બેડની જગ્યાએ 400 બેડ કરી આપવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં વધતા કેસને જોતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક કરી મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં છે.

વલસાડ જિલ્લામાં ગામડાઓ અને શહેરની હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના બેડની વ્યવસ્થા કરાઈ છે. જિલ્લાના દરેક તાલુકામાં એક-એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. તમામ નોડલ ઓફિસ દ્વારા દરેક તાલુકામાં બનાવમાં આવેલ કોવિડ કેર સેન્ટરમાં ખાલી બેડની યાદી રખાશે. તાલુકાઓની 108 એમ્બ્યુલન્સ પર આવતા કોવિડના કોલને 108 દ્વારા નોડલ ઓફિસનો સંપર્ક કરી પેહલા સ્થાનિક તાલુકા કે શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. ત્યાર બાદ જો વધુ સારવારની જરૂર તથા વેન્ટિલેટરની જરૂર જણાય તેવા દર્દી ઓને કોવિડ સિવિલ ખાતે લાવવામાં આવશે. જેનાથી વલસાડ કોવિડ સિવિલ હોસ્પિટલમાં રોજ થતા ભરાવાને અટકાવી શકાશે અને દર્દીઓને સમયસર સારી સારવાર મળી શકે એમ છે.

વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં સરકારી અને PHC જેવી હોસ્પિટલમાં ઓક્સિજન સાથે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને વલસાડ સિવિલમાં દર્દીઓની ભરમાર રહેતી હતી અને જે ભારણ સિવિલ હોસ્પિટલમાં રહેતું હતું. એ ભારણ હોવી ઓછું થશે. જેનાથી કોવિડ હોસ્પિટલમાં આવતા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સારી સારવાર મળશે. સાથે જ હોસ્પિટલમાં 300 ના બદલે હવે 400 બેડની વ્યવસ્થા કરતા હોસ્પિટલમાં હવે વધુ દર્દીઓને સારવાર આપવામાં આવશે.

(5:17 pm IST)