ગુજરાત
News of Saturday, 17th April 2021

પાટણ શહેર- જિલ્લામાં મંગળવારથી સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાશે

જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકોને બહાર નિકળવાની છૂટ

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર પ્રતિદિવસ વધી રહ્યું છે. તેવામાં હવે વેપારીઓ સ્વૈચ્છીક લોકડાઉન કરી રહ્યાં છે.કોરોનાની ચેનને તોડવા માટે હવે સામાન્ય જનતા સામે આવી રહી છે. તેવી જ રીતે પાટણ જિલ્લા અને શહેરમાં મંગળવારથી સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવવાની વિચારણા થઈ છે.

પાટણ ક્લેક્ટર, એસપી, વેપારી અને તબીબી સાથેની બેઠક પછી સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકોને બહાર નિકળવાની છૂટ આપવામાં આવી છે.

જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણના કારણે ક્લેક્ટર-એસપીના આહ્વાનથી વેપારીઓ અને તબીબો સામે આવીને સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપ્યું છે. જણાવી દઈએ કે, પાટણમાં ગઈ કાલે એટલે 16 એપ્રિલે માત્ર એક દિવસમાં 125 કેસ સામે આવ્યા હતા.

(7:51 pm IST)