ગુજરાત
News of Saturday, 17th April 2021

હોસ્પિ.માં ઓક્સિજન ખલાસ થતાં ડોક્ટરે સિલિન્ડર પહોંચાડ્યા

કોરોનાના કાળમાં માનવતાના મુલ્યો જાળવતા ડોક્ટર્સ : ડોક્ટરે નવ કિમી દૂર આવેલી પોતાની હોસ્પિટલમાં સાડા પાંચ મિનિટમાં બે સિલિન્ડર પહોંચાડી લોકોના જીવ બચાવ્યા

અમદાવાદ , તા.૧૭ : શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસો ઓક્સિજનની જોરદાર તંગી માત્ર દર્દીઓ નહીં, પરંતુ ડૉક્ટરોના પણ શ્વાસ અદ્ધર કરી રહી છે. પાલડીમાં હોસ્પિટલ ધરાવતા ડૉ. રોહિત જોષીને ત્યાંથી ફોન આવ્યો કે હોસ્પિટલમાં પાંચ મિનિટ ચાલે તેટલો ઓક્સિજન બચ્યો છે. તે સમય એટલો કટોકટીનો હતો કે ડૉ. જોષી પાસે શું કરવું તે વિચારવાનો પણ સમય નહોતો.

ડૉ. જોષીએ તરત પોતાની કાર કાઢી, એક કર્મચારીને પોતાની સાથે લીધો અને ગાડીમાં ઓક્સિજનના બે સિલિન્ડર નાખીને તેઓ હોસ્પિટલ તરફ ભાગ્યા. જીવ જોખમમાં મૂકી તેમણે પૂરપાટ સ્પીડમાં કાર ચલાવી. ટ્રાફિકના તમામ નિયમો તોડીને તેઓ ગમે તેમ કરીને ઓક્સિજન સિલિન્ડર સાથે મિનિટ અને ૩૦ સેકન્ડમાં કિમી દૂર આવેલી પોતાની હોસ્પિટલ પહોંચવામાં સફળ રહ્યા.

ભાગદોડ બાદ તેમણે શાંતિથી વિચાર્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમણે કેટલું મોટું રિસ્ક લીધું હતું. અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં ડૉ. જોષીએ કહ્યું હતું કે જો એક નાનકડો અકસ્માત પણ થયો હોત તો તે પણ જીવલેણ સાબિત થવાની પૂરી શક્યતા હતી, કારણકે ઓક્સિજન આગને ભડકાવે છે. પરંતુ જો ડૉક્ટર ઓક્સિજન લઈને હોસ્પિટલ ના પહોંચ્યા હોત તો ચાર દર્દીઓ જેમ પાણીમાંથી બહાર કાઢતા માછલી તરફડે છે તેમ શ્વાસ લેવા માટે તરફડિયા મારતા હોત. યુરોલોજિસ્ટ એવા ડૉ. જોષી જણાવે છે કે અમદાવાદની મોટાભાગની હોસ્પિટલોમાં હાલ ઓક્સિજનની તંગી પ્રવર્તી રહી છે. જેના કારણે જેમાં ઓક્સિજનની જરુર પડે છે તેવી અગાઉથી આયોજીત સર્જરીઓને કેન્સલ કરવાની નોબત આવી છે. તેમણે માત્ર ઓક્સિજન માટે બે ટ્રક અને ચાર માણસોને રોક્યા છે. જેમનું કામ ઓક્સિજન પ્રોડક્શન યુનિટમાંથી તેને લાવી હોસ્પિટલમાં પહોંચાડવાનું છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો રહે તે માટે ડૉ. જોષી જેવા અમદાવાદના બીજા ડૉક્ટર્સ પણ આજકાલ ખાસ્સી દોડધામમાં લાગેલા છે. ઘણી હોસ્પિટલો પણ ઓક્સિજનની તંગીની ફરિયાદ કરી રહી છે. એક તરફ ઓક્સિજનનું પ્રોડક્શન વધારવા તૈયાયારી થઈ રહી છે, તો બીજી તરફ હવે ઓક્સિજન સપ્લાયર્સ પણ હાંફી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સપ્લાયર્સ તરફથી ઓક્સિજન મળવામાં પણ કેટલીક સમસ્યાઓ હોવાનો એકરાર કરતાં કેટલાક ડૉક્ટર્સ જણાવે છે કે, ક્યારેક-ક્યારેક દસેક મિનિટનું મોડું થાય તો તે સમજવા જેવી બાબચ છે. પરંતુ હોસ્પિટલમાં ઓક્સિજન સાવ ખૂટી ગયો હોય, દર્દીઓ ગંભીર હોય ત્યારે ઓક્સિજન મેન્યુફ્ક્ચરર્સ આવું મોડું કરે ત્યારે તેમને હોસ્પિટલ સાથે માથાકૂટ પણ થતી હોય છે. હાલમાં એક ટ્રક ચાર હોસ્પિટલ માટે ઓક્સિજન લઈને નીકળ્યો હતો. જોકે, ટ્રક રસ્તામાં પંચર થઈ જતાં તમામ લોકોના જીવ તાળવે ચોંકી ગયા હતા. આખરે હોસ્પિટલોએ પોતાની ગાડીઓ દોડાવી ઘણેદૂરથી ગેસ પોતાની હોસ્પિટલોમાં પહોચાડ્યો હતો. ઘણી હોસ્પિટલોએ સપ્લાયરને ભરોસે રહેવાના બદલે ઓક્સિજનને હોસ્પિટલ સુધી પહોંચાડવા પોતાની સિસ્ટમ ઉભી કરી દીધી છે.

ગુજરાતમાં હજુ માર્ચના રોજ ઓક્સિજનનો વપરાશ ૫૦ મેટ્રિક ટન હતો. જે ૧૫ એપ્રિલે વધીને ૭૩૦ મેટ્રિક ટન નોંધાયો હતો. હાલ રાજ્યમાં ૪૩,૭૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૨૦ ટકાને પણ જો ઓક્સિજન પર રાખવા પડે તો પણ ,૯૫૦ દર્દીઓને માટે તેની વ્યવસ્થા કરવી પડે. જો એક દર્દી એક મિનિટમાં લિટર ઓક્સિજન લે તો પણ એક દિવસમાં તેની પાછળ ,૭૬૦ લિટર ઓક્સિજન વપરાઈ જાય. હાલ રાજ્યની અલગ-અલગ ૧૫૦૦ હેલ્થકેર ફેસિલિટીમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

જે દર્દીને નાકમાં પાઈપ લગાવી ઓક્સિજન આપવો પડે તે સામાન્ય રીતે એક મિનિટમાં - લિટર ઓક્સિજન લેતો હોય છે. જો તેને ઓક્સિજન માસ્ક પહેરાવવું પડે તો તેમાં એક મિનિટમાં - લિટર ઓક્સિજન જાય છે. જો દર્દી વેન્ટિલેટર પર હોય તો તેને એક મિનિટમાં ૧૦ લિટર કે તેથી વધુ ઓક્સિજનની જરુર પડે છે.

(9:05 pm IST)