ગુજરાત
News of Monday, 17th May 2021

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ૨૬ મહિલાઓ સહિત દોઢ હજારથી વધુ કેદીઓને પેરોલ મુકિત લાભ મળશે

સુપ્રિમકોર્ટના નિર્દેશ મુજબ યાદી તૈયાર, જેલમાં જેટ ગતિએ રસીકરણ,૫૦ ટકા પૂર્ણ, રોજગારી, ચા-નાસ્તો, ભોજન માટે લોકડાઉન બાધારૂપ ન હોવાથી ઘણા કેદીઓ જેલમાં જ રહેવા આતુર : વિવિધ ઉદ્યોગ બાદ કેદીઓને આત્મ નિર્ભર બનાવવા હવે કેદીઓને પેટ્રોલ પંપનું પણ સંચાલન કરવાના અદભૂત પ્રયોગનો પ્રારંભ

રાજકોટ તા.૧૭,   કોરોના મહામારી દરમ્યાન જેલમાં કેદીઓની વિશેષ સંખ્યા ધ્યાને લઇ સુપ્રિમ અદાલત દ્વારા ૭ વર્ષથી ઓછી સજા પામેલ ગુનેગારોને પેરોલ ર્પ મુકત કરવા અપાયેલ આદેશ સંદર્ભે ગુજરાતના મુખ્ય જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા ગૃહ મંત્રાલય અને હાઈકોર્ટ દ્વારા આ માટે જે ખાસ કમિટી રચવામાં આવેલ છે તેના માર્ગદર્શન મુજબ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પુરુષ અને સ્ત્રી કેદીઓને મુકત કરવા માટે આખું હોમ વર્ક રેડી રાખવામાં આવ્યું છે. જે મુજબ કુલ ૧૫૩૧ કેદીઓ મુકત થશે તેમ 'અકિલા' સાથેની વાતચીતમાં ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા જણાવ્યું છે.   વડોદરાના દાંતેશ્વરી જેલના કેદીઓ માટે ઓર્ગેનિક ફાર્મ દ્વારા ખેતી બાદ હવે કેદીઓ સંચાલિત પેટ્રોલ પંપનું તાજેતરમાં ઉદઘાટન કરનાર ડો. કે.એલ.એન.રાવ જણાવે છે. રાજકોટમાં ૮ મહિલા કેદીઓ સાથે કુલ ૧૫૮, પોરબંદરમાં ૩૫, જૂનાગઢમા ૬૫, ભાવનગર ૩૩ , અમરેલીમાં ૪૭, જામનગરમાં ૫૭, સુરેન્દ્રનગર સબ જેલ ૩૨, મોરબીમાં ૧ મહિલા સહિત ૩૨ વિગેરેનો સમાવેશ છે.                         

 તેઓ દ્વારા કુલ ૨૬ મહિલાઓને આ લાભ મળનાર હોવાનું તેઓ દ્વારા જણાવાયું છે.ગુજરાતની જેલોમાં જેટ ઝડપે વેક્ષીનેસનને કારણે જેલમાં  બહાર કરતા સંક્રમણ ઘટયું છે. જેલ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ઘણા કેદીઓ લોક ડાઉન છતાં જેલમાં રોજગારી અને ચા નાસ્તો તથા ઊતમ પ્રકારનુ સર્ટિફાઈ ભોજન મળતું હોવાને કારણે ઘણા બહાર નીકળી સંક્રમિત થઇ રોજગારી વગર બેકાર રહેવાને બદલે જેલમાં રહેવાની ઈચ્છા વ્યકત કરી છે. યુવા અને યુવતીઓ વિગેરે માટે જાણીતા મહિલા શિક્ષણ વિદ ડો. ઇન્દુરાવ જેવા તજજ્ઞોનું માર્ગદર્શન પણ મળી રહે છે. 

(12:57 pm IST)