ગુજરાત
News of Monday, 17th May 2021

અત્યંત તિવ્ર વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી ૧૨૫ કિ.મી.દૂરઃ ૧૬ કિ.મી.ની ઝડપઃ રાત્રે ૧૨ વાગ્યા પહેલા દીવ આસપાસ લેન્ડફોલ કરશે

સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ૩૦ મી.મીે.(સવા ઈંચ) થી ૩૦૦ મી.મી.(૧૨ ઈંચ) સુધીનો વરસાદ ખાબકેઃ અશોકભાઈ પટેલ

રાજકોટઃ વાવાઝોડુ ''તૌકતે''એ અતિ તિવ્રરૂપ ધારણ કરી લીધું છે. એકસટ્રીમલી સિવિયર સાયકલોનીક સ્ટ્રોમમાં  પરિવર્તીત થયું છે. આ વાવાઝોડુ આજે રાત્રે ૧૨ વાગ્યા પહેલા દીવ આસપાસ લેન્ફોલ કરશે. જેની અસરથી ઓવરઓલ સૌરાષ્ટ્ર- કચ્છ- ગુજરાતમાં ૩૦ મી.મી. થી માંડી ૩૦૦ મી.મી. સુધીનો વરસાદ પડશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપૂર્વ અરબી સમુદ્ર ઉપર વેરી સિવિયર સાયકલોનિક સ્ટ્રોમ વધુ મજબૂત બની અને એકસસ્ટ્રીમલી સિવિયર સાયકોલોનીક સ્ટ્રોમ (અત્યંત તિવ્ર વાવાઝોડુ) બની ગયું છે. આજે રાતે ૧૨ વાગ્યા પહેલા દીવ આસપાસ લેન્ડફોલ થઈ જશે.

હાલમાં તેનું લોકેશન ૧૯.૬ નોર્થ ૭૧.૫ ઈસ્ટ સૌરાષ્ટ્રના દરિયાકિનારાથી દક્ષિણ- દક્ષિણ પૂર્વ ૧૨૫ થી ૧૩૦ કિ.મી. દૂર છે. જનરલ આઈ ઓફ સ્ટ્રોમ વધુ મજબૂત હોય તો આંખ પણ થાય. હાલ ૧૫, ૧૬ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. પવનની ઝડપ ૧૮૦ થી ૧૯૦ કિ.મી. અને ઝાટકાના પવન ૨૧૦ કિ.મી.ના છે.

જેના લીધે સૌરાષ્ટ્રમાં કોઠાના વિસ્તારોમાં જયારે લેન્ડફોલ થાય ત્યારે પવનની ઝડપ ઘટે છતાં સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ૫૦ થી ૧૫૦ કિ.મી.ના પવન ફૂંકાય. સૌરાષ્ટ્ર- કચ્છ ગુજરાતમાં વધુ વરસાદ સાયકોલોન ટ્રેકની બન્ને બાજુ વધુ વરસાદ રહેશે.

અશોકભાઈ જણાવે છે કે ઓવરઓલ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ૩૦ મી.મી. થી ૩૦૦ મી.મી. સુધીનો વરસાદ પડશે. વધુ  વરસાદ સાયકલોન ટ્રેક ઉપર ૧૦૦ થી ૩૦૦ મી.મી. અને સાયકલોન ટ્રેકની બન્ને બાજુ ૩૦ થી ૧૦૦ મી.મી. સુધી વરસાદ પડશે.

(4:29 pm IST)