ગુજરાત
News of Monday, 17th May 2021

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં મકાનના બાંધકામને લઈને પાડોશીએ મકાન માલિક પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના વાઘોડિયારોડ પર આવેલા ભાગ્યોદય ટેનામેન્ટમાં રહેતા ગોપાલ ભાઈ ચુનારા એ ફરિયાદ નોંધાવી હતી, કે પાડોશી સમીરભાઈ  પટેલ તેમના મકાનને જમીનદોસ્ત કરી નવું બાંધકામ કરતા હોય મકાનનો સ્લેબ વધારે બહાર કાઢ્યો હતો .તે અંગે ટોકતા  તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલી ઝાડી ઝાંખરા સાફ કરવા માટે મારી  પાસે રાખેલું ચપ્પુ સમીરભાઈએ ઝૂંટવી મારા7બ નવુપ હાથ ઉપર ઘા કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન ચપ્પુ સમીરભાઈ પટેલના ગળાના ભાગે વાગી જતા તેમને પણ ઇજા પહોંચી છે . મેં ઇરાદાપૂર્વક ચપ્પુ માર્યું નથી ફરિયાદના આધારે પોલીસે સમીરભાઈ પટેલ વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

તો સામા પક્ષે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પાડોશી ગોપાલ ચુનારા મકાનનું બાંધકામ થોડું અંદરથી રાખી કરજો તેમ જણાવી જતો રહ્યો હતો. ત્યારબાદ ફરી આવી સમીર પટેલ ને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી કમરના ભાગે સંતાડેલું ચપ્પુ કાઢી સમીરભાઈ પટેલને ગળાના ભાગે ઘા મારી ઇજા પહોંચાડી હતી. બીજો ઘા કરતા સમીરભાઈ બચાવ કરતા ચપ્પુ હથેળી ઉપર વાગ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે ગોપાલ ચુનારા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

(5:17 pm IST)