ગુજરાત
News of Monday, 17th May 2021

મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી નજીક આવેલ રિસોર્ટમાં સ્વિમિંગ પુલ ચાલુ રાખનાર માલિક વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ

મહેમદાવાદ: તાલુકાના નેનપુર ચોકડી પાસે આવેલ એક રીસોર્ટ માલિક વિરુધ્ધ સ્વીમીંગ પુલ ચાલુ રાખી જાહેરનામાનો ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.ખેડા જિલ્લામાં આજે જાહેરનામા ભંગ બદલ કુલ ૧૩ ફરિયાદમાં ૧૩ વ્યક્તિઓ વિરુધ્ધ ગુનાઓ નોંધાયા  છે. જેમાં સોશિલ ડિસ્ટન્સ ભંગ બદલ ૮ અને લગ્નના આયોજન બદલ ૩ વ્યક્તિઓ વિરુધ્ધ  અન માસ્ક ન પહેરવા બદલ બે વ્યક્તિઓ પાસેથી દંડ વસુલ્યો છે.

ખેડા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારી પ્રવ્રર્તી રહી છે. કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.વળી વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જાહેરનામામાં સંખ્યા નક્કી કરવામાં આવી છે.જાહેરનામાનો ચૂસ્ત પણે પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકો પાસે અમલ કરાવવામાં આવી રહ્યો છે.કોવિડ ગાઇડલાઇન મૂજબ માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ અને લગ્નનુ ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવતા નાગરિકો  વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે. આજે ખેડા જિલ્લામાં નોધાયેલ ફરિયાદમાં જિલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં  સોશિયલ ડિસ્ટન્સ અંગેની બે ફરિયાદ નોંધાઇ છે.ચકલાસી અને મહેમદાવાદ બે-બે વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.વળી કઠલાલ, ખેડા, લીંસાબી, માતર, સેવાલિયા, કઠલાલમાં એક-એક વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે. જ્યારે કઠલાલ અને નડિયાદ રેલ્વે પોલીસે માસ્ક ન પહેરવા અંગે દંડ વસુલ્યો છે.

(5:21 pm IST)