ગુજરાત
News of Monday, 17th May 2021

રાજપીપળા શાક માર્કેટની દુકાનમાં 10 માણસો ભેગા કરનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શાક માર્કેટમાં આવેલી શાકભાજીની દુકાનમાં વધુ માણસો ભેગા કરનાર વેપારી વિરુદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ પી.એમ પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર રાજપીપલા પો.સ્ટે નાઓ તેમની ટિમ સાથે ચેકીંગ માં હતા ત્યારે શાક માર્કેટ મા હિતેશભાઈ કનુભાઈ પટેલ (રહે.કાછીયાવાડ રાજપીપલા )એ પોતાની શાકભાજીની દુકાનમાં દસથી વધારે ગ્રાહકો ભેગા કરી સોશીયલ ડીસ્ટન્સીંગ ન રાખેલ હોય જેથી તેના વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ થયો છે

(10:52 pm IST)