ગુજરાત
News of Monday, 17th May 2021

વાવાઝોડું ત્રાટક્યું : દીવમાં 150 કિમી ઝડપે પવન : મોબાઈલ નેટવર્ક ઠપ્પ : ભાવનગરમાં ભારે અસર : ઉનામાં મોબાઈલ ટાવર ધરાશાયી

તૌકતે વાવાઝોડાની શરૂઆતમાં પણ 120 પ્રતિ કલાકની ભારે સ્પીડ: તૌકતેની લેન્ડફોલની સ્પીડ જ ભારે હોવાથી વાવાઝોડુ ભયાનક લેન્ડ ફોલ ઉનાના નવા બંદર અને રાજપરા વચ્ચે : લેન્ડીંગનો મુખનો ઘેરાવો 70 કીમી સુધી લાંબો : ઉનાથી જાફરાબાદ વચ્ચે 120ની સ્પીડનો પવન ફુંકાયો

ગુજરાત પર સંભવિત 'તૌકતે' વાવાઝોડા ત્રાટક્યું છે,વાવાઝોડાની અસર ગીરસોમનાથમાં જોવા મળી હતી છેલ્લા એક કલાકથી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે આ વાવાઝોડાની મોરબીમાં પણ અસર શરૂ થઇ હતી , મોરબીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતાની સાથે જ વીજળી ગુલ થઇ હતી

 ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા તૌકતે વાવાઝોડાની શરૂઆતમાં પણ 120 પ્રતિ કલાકની ભારે સ્પીડ હતી તૌકતે વાવાઝોડની ખરેખરી સ્પીડ 175 કીમી પ્રતિ કલાકની છે લેન્ડફોલ વખતે સ્પીડ કંડલામાં આવેલા વાવાઝોડા જેવી છે તૌકતેની લેન્ડફોલની સ્પીડ જ ભારે હોવાથી વાવાઝોડુ ભયાનક હોવાનું અનુમાન લગાવી શકાય છે ,

 તૌકતે વાવાઝોડાની લેન્ડ ફોલ ઉનાના નવા બંદર અને રાજપરા વચ્ચે થયું હતું લેન્ડફોલ વખતે ઉનાથી જાફરાબાદ વચ્ચે 120ની સ્પીડનો પવન ફુંકાયોહતો તૌકતેના લેન્ડીંગનો મુખનો ઘેરાવો 70 કીમી સુધી લાંબો છે, કોડીનારના છારાથી અમરેલીના જાફરાબાદ સુધીમાં લાંબુ લેન્ડ ફોલીંગ થયું હતું લેન્ડફોલ જ્યાં થાય ત્યાં સૌથી વધારે નુકસાન થાય છે તૌકતે વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા 11 વાગ્યા સુધી ચાલી હતી  આ વખતે જમીન પર 120થી 175 સુધી પ્રતિ કલાકે પવન ફુંકાશે

ઊના ભારે પવન વચ્ચે મોબાઇટનો ટાવર તૂટ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.દયાનંદ પૂર્વ સોસાયટી પાસે BSNLનો મોબાઇલ ટાવર તુટી પડ્યો છે. ટાવર તૂટવાની દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નહીં. તૌકતે વાવાઝોડાની અસરને લઇને ભારે પવન ફૂંકાતા ટાવર તૂટી પડ્યો છે.

ભાવનગરના મહુવા તાલુકામાં વાવાઝોડુ જમીનની સપાટી પર પહોંચી ચુક્યું છે. ગીર સોમનાથના ઉના, કોડીનાર અને તુલસી શ્યામમાં પણ વાવાઝોડાની શરૂઆત થઈ ચુકી છે. મોરબીમાં વાવાોઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. અહી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત પવન અને વરસાદને કારણે વીજળી ગૂલ થઈ છે.

તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ટકરાઈ ગયું છે. વાવાઝોડાએ ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી છે. મહુવા અને તેની આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની એન્ટ્રી થઈ ચુકી છે. વાવાઝોડાની સાથે ભારે પવન ફૂંકાવાની પણ શરૂઆત થઈ ચુકી છે. હાલમાં ઉનામાં 114 પ્રતિ કલાકથી વધુંની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કોડિનારમાં 111 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. ગીર ગઢડામાં 118 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. વેરાવળ 75 પ્રતિ કલાક અને તાલાળામાં 75 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.

(11:32 pm IST)