ગુજરાત
News of Tuesday, 17th May 2022

રાજપીપળા જુનાકોટ વિસ્તારમાં ડીજે વગાડનાર શખ્સ સામે ગુનો નોંધાયો,ટેમ્પો સહિત ડીજે જપ્ત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં તાજેતરમાં બે દિવસ પૂર્વજ લાઉડસ્પીકર અને ડીજે બાબતે તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું હોવા છતાં કાયદાનું પાલન ન કરનાર વ્યક્તિઓ સામે રાજપીપળા પોલીસ બાઝ નજર રાખતી હોવાથી ગત રાત્રે રાજપીપળાના જુનાકોટ વિસ્તારમાં આઈસર ટેમ્પોમાં ડી.જે. સાઉન્ડ સિસ્ટમ દ્વારા લાઉડ સ્પીકર વગાડી રાત્રીના સમયે ઘોંઘાટ કરનાર ઋત્વિક પ્રવીણભાઈ માછી (રહે .નવા ફળિયા રાજપીપળા) સામે પોલીસે ગુનો નોંધી ટેમ્પો સાથે ડીજે સિસ્ટમ જપ્ત કરી હતી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:19 pm IST)