ગુજરાત
News of Tuesday, 17th May 2022

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાએ શહેરના પાંચ ટીબીના દર્દીઓ દત્તક લઈ આગવી પહેલ કરી

નર્મદા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા ટીબી ના દર્દીઓ માટે આગળ આવવા અપીલ કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ-૨૦૨૫ સુધીના ભારત દેશને ટીબી મુક્ત કરવાના આહવાનને વેગ મળી રહે અને નર્મદા જિલ્લો ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે ટીબી દર્દીઓને દત્તક લઇ દર્દીઓને ન્યુટ્રીશન સપોર્ટ તેમજ સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવામાં સમયાંતરે ફોલોઅપ કરવામાં આવે તે માટે નર્મદા જિલ્લાના પ્રજાજનો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા દ્વારા અપીલ કરવામાં આવી છે. 
જે અન્વયે છેલ્લા ઘણા વર્ષોથી સમાજ અને રાજપીપળા માટે અવાર નવાર સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા દ્વારા રાજપીપળા શહેરના કુલ ૫ ટીબી ના દર્દીઓ ને દત્તક લેવા જણાવેલ છે.
 આ બાબતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા ના પ્રમુખ ગુંજનભાઈ માલવીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભારત દેશના નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરી રહ્યા છે તો આપણે તો આપણું ઘર, પરિવાર, મહોલ્લો, ગામ ની ચિંતા કરવી જ જોઈએ આપણે આગળ આવીશું અને એક બીજાને મદદરૂપ બનીસુ તો ચોક્કસ આપણે કોઈ પણ સમસ્યા સામે ટકી સકીસુ માટે અમે સમાજના બીજા આગેવાનો સાથે મળીને રાજપીપલા શહેર નર્મદા જિલ્લો ટીબી મુક્ત બને તે માટે રાજપીપળાના કુલ ૫ દર્દીઓ ને તેઓની સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી દત્તક લેવાનું નક્કી કરેલ છે અમો સમયાંતરે તેઓની મુલાકાત કરી ફોલોઅપ કરીશું અને તેમને પોષણ મળી રહે તે માટે દર માસે પોષણ યુક્ત આહારની કીટ પણ આપીશું આવો આપણે સૌ ભેગા મળીને રાજપીપળા શહેર અને નર્મદા જિલ્લા ને ટીબી મુક્ત બનાવીએ અને પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરીએ

(10:22 pm IST)