વડોદરા:એન્જીનીયરનું બેન્ક એકાઉન્ટ હેક કરી ઠગે પૈસા ઉપાડી લેતા સાઇબર સેલે વધુ તપાસ હાથ ધરી
વડોદરા: શહેર ના એક એન્જિનિયર ના બેન્ક એકાઉન્ટ નો ઇ-મેલ આઇડી હેક કરી ઠગે રૂપિયા ૬ઉપાડી લેતાં સાઇબર સેલે તપાસ હાથ ધરી છે.
ગોરવાની પુષ્પક રેસીડેન્સી માં રહેતા અને ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે કામ કરતા અમિતકુમાર શાહ એ પોલીસને કહ્યું છે કે બિહારના બાકા શહેરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં મારુ બેન્ક એકાઉન્ટ હતું જેનો mail id કોઈએ બદલી નાખી મારા ખાતામાંથી સાહેબ ટ્રાન્જેક્શન કર્યા હતા. ટ્રાન્જેક્શન ના મેસેજ મળતા મેં તપાસ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં કુલ રૂ 2.67 લાખ મારા એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થઇ ગયા હતા. મેં આ બાબતે મેનેજરને જાણ કરી હતી કે મેં કોઈ મેલ આઇડી બદલો નથી કેમ એ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા નથી. મેનેજરે કહ્યું હતું કે અમે પણ આ બાબતે કંઇ જાણતા નથી.જેથી આ અંગે સાયબર સેલમાં ફરિયાદ કરી છે.