ગુજરાત
News of Saturday, 17th July 2021

સોનગઢના ઉકાઈ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર લૂંટ : 10 થી શખ્શો બે કર્મચારીને માર મારી લૂટ ચલાવી ફરાર

પેટ્રોલ પંપ સળગાવવા નું કહી 15 થી 20 હજાર લૂંટ ચલાવી ફરાર થઈ ગયા

તાપી જિલ્લાના સોનગઢ ઉકાઈ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર 10 થી ધાડપાડુએ બે કર્મચારી ને માર મારી ઈજા પહોચાડી પેટ્રોલ પંપ સળગાવવા નું કહી 15 થી 20 હજાર લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા
પોલીસ સુત્ર પાસેથી મળતી માહિતીઓ મુજબ ગુણસદા ઉકાઈ સોનગઢ રોડ ની બાજુમાં આવેલ હાર્દિક પેટ્રોલ પંપ પર ગતરોજ મોડી રાત્રીએ 9=15 કલાકે આશરે દશેક જેટલા અજાણ્યા ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદી નામે- વિપુલભાઈ જીતેન્દ્ર વસાવા ઉ.21 રહેઠાણ-આનંદપુર નિશાળ ફળિયુ ને અનુસૂચિત જન જાતિના હોવાનું જાણવા છતાં તેની સાથે મારા મારી કરવાના ઈરાદે કાવતરુ રચી ફરિયાદી ને તથા સાથી અશ્ર્વિનભાઈ મનુભાઈ ગામીત રહેઠાણ-ધાંચીકુવા તા.સોનગઢ નાઓને જાહેરમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચારી ફરિયાદી તથા સાથી ને તેઓના હાથમાં રહેલ લાકડીઓ તથા હાથમાં પહેરેલ કડા તથા પેટ્રોલ પંપ ઉપર મુકેલ લોખંડની કચરા પેટી તથા તેના ઢાંકણ તેમજ ખુરશીઓ વડે તથા ઢીક મુક્કીનો માર મારી મહાવ્યથા કરી ફરિયાદી તથા સાથી અશ્ર્વિન ને માંથાની પાછળના ભાગે શરીરે ઈજાઓ પહોચાડી સાથી અશ્ર્વિન ને ડાંબી સાઈડના કાનની બાજુમાં ઈજાઓ પહોચાડી જમણો હાથ ફેકચર કરી ફરિયાદી તથા સાથીને હાથમાં તથા ખિસ્સામાં રહેલ આશરે 10000/- થી 15000/- હજાર રુપિયા ની મતા લૂંટ કરી જાતિ વિષયક શબ્દો બોલી નાલાયક ગાળો બોલી જાનથી મારી નાંખવાના તથા પેટ્રોલ પંપ સળગાવી દેવાની ધમકીઓ આપી નાસી છુટેલ છે. વધુ તપાસ ઉકાઈ પોલીસ કરી રહી છે.

(10:34 pm IST)