પગ ઘુંઘરૂ બાંધ ઇન્કમટેક્ષ નાચી રે...
રાજકોટ તા. ૧૭: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ જણાવેલ છે કે મોરબીના એક સીરામીક કારખાના પર દરોડો પડયો અને ૩પ૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પકડાયું. આ દરોડા દરમ્યાન રાજકોટ ભારતીય જનતા પક્ષના દીગ્ગજ આગેવાનના ર૦૦ કરોડ રૂપિયાના કાળા નાણાંના હવાલા પકડાયા. એક દિવસ નામ વગરની અખબારી યાદી આપ્યા પછી અથવા સમાચાર આપ્યા પછી ઇન્કમટેક્ષ વિભાગ અચાનક મુર્છામાં સરી પડયો. બોલતાં તો બોલી નાખ્યું પછી જે થયું તે ભારતીય જનતા પક્ષના ઓટલા પર ‘પગ ઘુંઘરૂં બાંધ ઇન્કમટેક્ષ નાચી રે..' થઇ ગયું. પચાસ કરોડ રૂપિયામાં ‘‘ઇ.ડી.'' ત્રણ દિવસ અખબાર અને મીડીયા ગજવી શીવસેના કે તુણમુલ કોંગ્રેસના નામ સતત ઉછાળતી ઇડી ૩પ૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં કેમ કુદી ના પડી? ભારતીય જનતા પક્ષના દીગ્ગજ આગેવાનનું નામ છે એટલે?
ગુજરાતની પ્રજા એ પણ નોંધ લેવાની છે કે ખાતો નથી ખાવા દેતો નથી નેતાના પક્ષની એકજ વ્યકિતએ ર૦૦ કરોડનું કાળુ નાણું ભેગું કર્યું છે તો આવા તો કેટલા બધા નેતા છે.