ગુજરાત
News of Thursday, 17th September 2020

રાજપીપળા ખાતે કોરોનાના કપરા સમયે મિત ગ્રુપના યુવાનોએ ૬ બીમાર દર્દીઓને લોહી આપી માનવતા મહેકાવી

ગમે ત્યારે ઇમરજન્સી સમયે લોહીની જરૂરિયાત ટાણે હંમેશા ખડેપગે હાજર રહેતા સેવાભાવી મિત ગ્રુપના યુવાનોએ અત્યાર સુધી અનેક દર્દીઓને લોહી આપ્યું છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં સેવા કાર્ય કરતું મિત ગ્રુપે નર્મદા જિલ્લામાં ઇમરજન્સી સમયે બ્લડ ડોનેશન માટેની સેવાથી જાણીતું છે. જિલ્લામાં આરોગ્ય ને લગતી અમુક સેવાઓ વારંવાર કથળેલી જોવા મળી છે એવા સંજોગો જિલ્લામાં કામ કરતા ઘણા ગ્રુપના સેવાભાવી યુવાનો જરૂરિયાતમંદોની પડખે હંમેશા ઉભા રહી માનવતા મહેકાવતા હોય છે જેમાં રાજપીપળા મિત ગ્રુપના યુવાનો પણ છાસવારે લોહીની જરૂરિયાત વાળા દર્દીઓની માહિતી મળતા જ લોહી આપવા તુરત જે તે ઠેકાણે પહોંચી જતા હોય છે.જેમાં અત્યાર સુધી આ મિત ગ્રૂપે કેટલાય લોકોને લોહી આપી માનવતા મહેકાવી છે ત્યારે આજે પણ કોરોનાના કપરા સમયે ૬ બીમાર વ્યક્તિઓને તાત્કાલિક લોહીની જરૂરિયાત હતી જેમાં નાનીરાવલ,તારોપા,અમદલા,સાંજરોલી,ભાણદ્રા મળી અલગ અલગ ગામના લોકોને લોહીની તાત્કાલિક જરૂર હોવાની જાણ મિતગ્રુપના પ્રમુખ જીગ્નેશભાઈ થતાં તેમણે મિતગ્રુપ ના સભ્યો ને બોલાવી બ્લડ ની સેવા પુરી પાડી હતી.

(5:34 pm IST)