ગુજરાત
News of Thursday, 17th September 2020

ભાજપના વધુ એક નેતાને કોરોનાની ઝપટે :વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ટ્વીટ કરીને આપી જાણકારી : સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા અપીલ

વડોદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં એક પછી એક નેતાઓ ોકરોનાના ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરત ડાંગરે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. ભરત ડાંગર હાલમાં બેંક ઓફ બરોડાના ડાયરેક્ટર છે. ભરત ડાંગરે તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ભરત ડાંગરના સમર્થકો અને મિત્રો ચિંતિત થયા છે.

(11:24 am IST)