ગુજરાત
News of Thursday, 17th September 2020

ભચરવાડા ગામના ખેતરમાં અસ્થીર મગજના યુવાને ઝાડની ડાળી પર ફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ભચરવાડા ગામમાં એક અસ્થિર મગજના યુવાને ઝાડ પર ફાંસો ખાતા તેનું મોત નીપજ્યું હતું.

 પ્રાપ્ત માહિતી અનુસાર ભચરવાડાના ઉજાણીફળીયામાં રહેતા દિલીપ મણીલાલ વસાવા(ઉ.વ.૩૩) છેલ્લા આઠેક મહીનાથી અસ્થીર મગજના હોઇ આમ તેમ રખડતુ જીવન જીવતો હોઇ તેણે પોતાના ઘરથી નજીક આવેલા જીતુભાઇ દાદુભાઇ વસાવાના ખેતરના સેઢે આવેલ રાયણીના ઝાડની ડાળી સાથે કાપડની ઓઢણી બાંધી પોતે કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ જઇ મોત ને ભેટ્યો હોય એ બાબતે ગામના મણીલાલ સોનજીભાઇ વસાવાએ રાજપીપળા પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી બાદ અ. મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:37 pm IST)