News of Thursday, 17th September 2020
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વિરમગામના ગાંધી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયુ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો અને સહ સંયોજકો દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિરમગામના મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં રસિકભાઈ કોળી, નિલેશભાઈ રાણા, જગદીશભાઈ રાવળ, કિરણભાઈ સોલંકી, શુરેશભાઈ, શૈલેશભાઈ પટેલ, ચામુંડાસિંહ રાજપુત, જયદિપભાઈ, રાહુલ નંદપાલ, સાગર પંચાસરા ઉપસ્થીત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે વિરમગામ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો તથા સહસંયોજકો દ્વારા ફ્રુટ વિતરણ કરીને વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
(3:15 pm IST)