ગુજરાત
News of Thursday, 17th September 2020

સુરતના ઉઘના રોડ પર વાહને ટક્કર મારતા ઇજા પામેલ શખ્સનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું

સુરત: શહેરના ઉધના રોડ પર પેટ્રોલ પંપ પાસે બે દિવસ પહેલા વાહને ટક્કર મારતા ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ ઉધના વિસ્તારમાં આવેલા બી.આર.સી નજીકમાં હરિ નગરમાં રહેતો 22 વર્ષીય તારીક અનવર શેખ ગઈ તા.15મી બપોરે પગપાળા કામ અર્થે જવા નીકળ્યો હતો ત્યારે ઉધના હરિનગર પાસે પેટ્રોલ પંપ નજીક તેમને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજયું હતું.

નોંધનીય છે કે તારીક મૂળ બિહારના વટ તો તેનો એક ભાઈ અને ચાર બહેન છે તે સિલાઈ કામ કરતો હતો. આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:10 pm IST)