ગુજરાત
News of Thursday, 17th September 2020

બાયડ તાલુકાના દખણેશ્વર નજીક સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બાયડ:તાલુકાના દખણેશ્વર ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પીપોદરા ગામનો યુવક અને લહેરીપુરા ગામની યુવતીને સમાજ નહીં સ્વિકારે તેવા ડરથી જીવન ટુંકાવી લેતા ખળભળાટ મચી ગયો છે આ મામલે બાયડ પોલીસે બંને મૃતક યુવક-યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાયડ નજીક આવેલા દખણેશ્વર ગામની સીમમાં ઝાડ ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ જીંદગી ટુંકાવી લીી હતી. પીપોદરા ગામના યુવક  મહેશ ચતુરભાઈ પરમાર તથા લહેરીપુરા ગામની ૧૮ વર્ષીય યુવતી ભવતીકાબેન ઉર્ફે રીન્કુબેન ભરતભાઈ  પરમાર સાથે આંખ મળી જતા એકબીજાના પ્રેમમાં અંધ બન્યા હતા. પોતાની લગ્ન કરવાની બાબતે સમાજ નહી સ્વીકારે એવા ડરથી બંને પોતના ઘરે થી નીકળી ગયા હતા. બંનેને એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બન્યા હતા. આ પ્રેમી યુગલ સાથે જીવવા મરવાના કોલ પણ આપ્યા હતા.બંનેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દખણેશ્વર ગામની સીમમાં ખેતર નજીક બાવળના  વૃક્ષ ઉપર યુવક અને યુવતી લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. બાયડ પોલીસ સ્ટેશને ખબર આપનાર ભરતભાઈ અમરતભાઈ પરમાર (રહે.લહેરીપુરા) બાયડ પોલીસે મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:14 pm IST)