ગુજરાત
News of Friday, 17th September 2021

અમદાવાદ જિલ્લામાં રસીકરણની મેગા ડ્રાઈવ: AMTS અને BRTS સ્ટેશનો પર મળશે વેક્સિન

સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી 15 BRTS સ્થળો પર અને 12 AMTC સ્થળો પર વેક્સિન અપાશે : જાણો સ્થળોની યાદી

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. હવે અમદાવાદ કોર્પોરેશને બીઆરટીએસ સ્ટેશન અને એમટીએસ સ્ટેશન પર પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. 17 સપ્ટેમ્બર શુક્રવારે સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદ કોર્પોરેશને નક્કી કરેલા 15 BRTS સ્થળો પર અને 12 AMTC સ્થળો પર વેક્સિન આપવામાં આવશે. અહીં વેક્સિન લેવા માટે સ્થળ પર રજીસ્ટ્રેશનની સુવિધા પણ કરવામાં આવી છે.

1. પાલડી ટર્મિનસ, 2. વાસણા ટર્મિનસ. 3. અખબારનગર ટર્મિનસ. 4. વાડજ ટર્મિનસ, 5. હાટકેશ્વર ટર્મિનસ, 6. મણીનગર ટર્મિનસ, 7. નરોડા ટર્મિનસ, 8. સારંગપુર ટર્મિનસ, 9. ચાંદખેડા ટર્મિનસ, 10. ઘઉમા બસ સ્ટેન્ડ, 11. વૈષ્ણોદેવી સર્કલ, 12. ગુજરાત યુનિવર્સિટી બસ સ્ટેન્ડ.

  1. ચાંદખેડા ગામ, 2. શાસ્ત્રીનગર, 3. મેમનગર, 4. સોલા ક્રોસ રોડ, 5. ઈસ્કોન ક્રોસ રોડ, 6. શિવરંજની, 7. અંજલી, 8. એમ જે લાઇબ્રેરી, 9. ગીતા મંદિર, 10. જુના વાડજ, 11. મણીનગર રેલવે સ્ટેશન, 12. નારોલ, 13. એક્સપ્રેસ હાઈવે જંકનશ, 14. સોનીની ચાલ, 15. નરોડા એસટી વર્કશોપ.

(9:02 pm IST)