ગુજરાત
News of Friday, 17th September 2021

મેરજા બંધુઓ માટે જોગાનું જોગ : એક પંચાયત મંત્રી, બીજા જિલ્લા પંચાયતના વહીવટી વડા

સબ રસમો સે બડી હૈ જગમે દિલ સે દિલ કી સગાઇ, બ્રિજેશભાઇ ઔર રમેશભાઇ કો બધાઇ હો બધાઇ

રાજકોટ,તા. ૧૭ : રાજ્યની નવી સરકારમાં ગઇ કાલે મોરબીના પ્રતિભાવંત ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળ્યુ છે. તેમને શ્રમ રોજગાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ સોંપવામાં આવ્યા છે.

શ્રી બ્રિજેશ મેરજાના લઘુબંધુ શ્રી રમેશ મેરજા (આઇ.એ.એસ) પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ પર છે. મોટાભાઇ પંચાયત મંત્રી હોય અને નાના ભાઇ પંચાયત વિભાગ હેઠળની જ જિલ્લા પંચાયતના વહીવટી વડા હોય તેવી જોગાનુંજોગ ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બની છે. બન્ને ભાઇઓનો રાજકોટ સાથે અતૂટ આત્મીય નાતો છે. બેયના સંબંધોનું વર્તુળ વ્યાપક છે. 

(10:03 am IST)