ગુજરાત
News of Friday, 17th September 2021

ગુજરાતમા વેક્સિનેશન મેગા ડ્રાઈવમા આજે બપોર સુધીમાં 10 લાખ લોકોએ રસી લીધી

મેગા ડ્રાઈવની સતત સમીક્ષા કરતા મુખ્ય સચિવ પંકજકુમાર

રાજકોટ તા.૧૭ : રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. 14 હજારથી વધુ બૂથ પર નાગરિકો વેક્સિન લઇ રહ્યા છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોએ અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ આપ્યો છે.

     આજે બપોર સુધીમાં 10 લાખથી વધારે લોકોએ વેક્સિન લીધી છે. મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર  વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ  માટે સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે  અંગે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.

(3:49 pm IST)