News of Friday, 17th September 2021
અમદાવાદ સીનીયર કેબીનેટ પ્રધાને પ્રાઇમ લોકેશનનો પ્લોટ અધધધ ૧૧૮ કરોડમાં વેંચ્યોઃ ટોક ઓફ ધ ટાઉન
અમદાવાદઃ તાજેતરમાં જ પડતા મુકાયેલ એક સીનીયર કેબીનેટ પ્રધાને તેની સત્તાવાર પ્રાઇમ લોકેશનની જમીન રૂ.૧૧૮.૮૦ કરોડ રૂ.જેવી જંગી રકમથી વેંચી હોવાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. આ અહેવાલ મુજબ રાજપથ કલબ આસપાસનો મનાતો આ પ્લોટ ૫૨૦૦ મીટર આસપાસનો અને સવા બે લાખ રૂપિયે મીટરના ભાવે વેચાયો હતો. આ સોદા દરમિયાન પડતા મુકાયેલ પ્રધાને વધુમાં વધુ રકમ ચેકથી માગી હતી પરંતુ ૬૫/૩૫ના ચેક/ રોકડના રેશીયાથી સોદા થયાની ચર્ચા હોવાનું ન્યુઝફર્સ્ટ નોંધે છે. હવે આ પડતા મુકાયેલ પ્રધાન અમદાવાદની ભાગોળે વધુ એક મોટા જમીનની ખોજમાં પડયાનું પણ જાણવા મળે છે. ન્યુઝફર્સ્ટ
(4:03 pm IST)