ગુજરાત
News of Friday, 17th September 2021

ગુજરાતમાં વિક્રમ સર્જાયો : બપોર સુધીમાં ૮.૭૮ લાખ લોકોને રસી

રાજયમાં રાત સુધી રસીકરણ કેન્દ્રો ધમધમશે : રાજકોટ જિલ્લામાં બપોરે ર વાગ્યા સુધીમાં ૩૩ર૬૭ લોકોનું રસીકરણ

રાજકોટ, તા. ૧૭ :  ગુજરાત સરકારે આજે રસીકરણ માટે રાજયવ્યાપી મહાઅભિયાન ચલાવ્યું છે. રાજયમાં રસીકરણના પ્રારંભથી આજ સુધીમાં સૌથી વધુ ડોઝ આજે અપાય છે. બપોરે ર વાગ્યા સુધીમાં ૮.૭૮ લાખ જેટલા લોકોને રસી મુકાઇ ગયાનું જાણવા મળે છે. ગઇકાલે સાંજ સુધીમાં કુલ પ.૩પ કરોડ ડોઝ અપાયેલ. તેમાં આજનો લાખોમાં આંકડો ઉમેરાશે.

રાજકોટ જિલ્લામાં ડી.ડી.ઓ. શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમ કાર્યરત છે. બપોરે ર વાગ્યા સુધીમાં આજના ડોઝનો આંકડો ૩૩ર૬૭ સુધી પહોંચ્યો છે.

(6:10 pm IST)