ગુજરાત
News of Friday, 17th September 2021

વડોદરામાં વડાપ્રધાનના જન્‍મદિનની અનોખી ઉજવણીઃ નરેન્‍દ્રભાઇની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી બનાવાઇઃ 182 ફૂટ લાંબી અને 71 કિલોની કેક બનાવાઇ

દિવ્‍યાંગોના હસ્‍તે કેક કપાઇઃ આકર્ષણનું કેન્‍દ્ર સર્જાયુ

વડોદરા: પીએમ મોદીના 71 મા જન્મદિવસ પર સમગ્ર ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ છે. ગુજરાતના દરેક જિલ્લા, દરેક તાલુકામાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે વડોદરામાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી કરાઈ છે. વડોદરાને એક મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે. 

ભાજપ નેતા અને પૂર્વ મેયર ભરત ડાંગરે અનોખી રીતે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. વડોદરાના સેન્ટર સ્ક્વેર મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથે જ 182 ફૂટ લાંબી અને 971 કિલોની કેક પણ બનાવવામા આવી છે. જેમાં નરેન્દ્ર મોદી સરકારની યોજનાઓ દર્શાવવામાં આવી છે. આ કેક દિવ્યાંગોના હસ્તે કપાવવામા આવશે.

(5:13 pm IST)