ગુજરાત
News of Friday, 17th September 2021

મહેસાણા જીલ્લાના વિસનગર-ગાંધીનગર હાઇવે ઉપર ટેન્‍કર પાછળ એક્‍ટીવા ઘુસી જતા બે યુવકોના ઘટનાસ્‍થળે મોત

બંને યુવકોના મૃતદેહોનું પોસ્‍ટમોર્ટમ કરાયુઃ પરિવારમાં અરેરાટી

મહેસાણા: મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રન જેવી ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના વિસનગરથી ગાંધીનગર તરફ જઈ રહેલા બે એક્ટિવા પર સવાર યુવકો અકસ્માતનો ભોગ બન્યા છે. એક્ટિવા પર બે યુવકો આવી રહ્યાં હતા. ત્યારે આ યુવકો કડીથી આગળ લાછડી અને ડાભલા વચ્ચે ઉભેલા ટેન્કરમાં પાછળના ભાગે ઘુસી ગયા હતા. એક્ટિવાને સ્પીડ વધારે હોવાને બંને ધડાકાભેર ટેન્કર સાથે અથડાયા અને બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસે બંને યુવકોના મૃતદેહો પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)