ગુજરાત
News of Friday, 17th September 2021

વડોદરામાં પ્રેમસંબંધ મુદ્દે થયેલ તકરારમાં પિતા-પુત્રએ યુવતીના સંબંધીને કટરના ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ

વડોદરા: વડોદરા શહેરના છેવાડે આવેલી પ્રિયંકાનગર ઝુપડપટ્ટીમાં પ્રેમસબંધ મુદ્દેની તકરારમાં પિતા પુત્રએ યુવતીના સબંધીને કટરના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યાની કોશિશનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર પિતા-પુત્રની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના સવારે નેશનલ હાઇવે નંબર 8 પર આવેલી એલ.એન્ડ.ટી કંપનીની બાજુમાં પ્રિયંકાનગર ઝૂપડપટ્ટીમાં રહેતા રાજુભાઈ રાજપુત છૂટક મજૂરી કરી ભાણેજ જયેશભાઈ પટેલના ઘરે રહે છે. જયેશની પત્નીની બહેન મંગીબેન તથા રાકેશ કાંતિલાલ ખારવા ( રહે - તાંબેવકીલનો ખાચોરંગમહાલ ,વાડી, વડોદરા) વચ્ચે પ્રેમ સંબંધ દરમિયાન ખટરાગ સર્જાયો હતો. જેથી રાકેશ જયેશની પત્નીને ત્રણ દિવસથી ફોન કરી પરેશાન કરતો હતો. દરમિયાન ગઇકાલે વિસ્તારમાં પાણીનો ભરાવો થતાં રાજુભાઇ જેસીબી મશીન બોલાવી પાણી ઉલેચવાની કામગીરી કરાવી રહ્યા હતા. તે સમયે રાકેશ તથા તેનો દીકરો જયદીપ ઘસી આવી  જયેશની પત્નીને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. દરમિયાન રાજુભાઈએ દરમિયાનગીરી કરતાં જયદીપ ખારવાએ કટર વડે રાજુભાઇને પીઠના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યાની કોશિષ કરી હતી.

(6:20 pm IST)