ગુજરાત
News of Friday, 17th September 2021

વડોદરા જિલ્લાના પાદરા ફુલબાગ જકાતનાકા નજીક ફાઇનાન્સ કંપનીના કર્મચારીની નકલી ઓળખ આપી પુરાવા ગૂમ કરનાર બે આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:જિલ્લાના પાદરા ફુલબાગ જકાતનાકા પાસે ચાર અજાણ્યા ઇસમોએ રિક્ષામાં આવી અમે બજાજ ફાઈનાન્સમાંથી આવીએ છીએ તેમ  જણાવી  સી.એન.જી રિક્ષા સહિત ઓરીજનલ આર.સી.બુક તથા આધારકાર્ડ લઇ ગયા હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઈ હતી. તપાસ દરમ્યાન  સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિની સંડોવણી સપાટી પર આવતા ધરપકડથી બચવા આરોપીઓએ અત્રેની સેસન્સ અદાલતમાં પોતાના આગોતરા જામીન માંગતી અરજી રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો બાદ અદાલતે જામીન નામંજુર કરવાનો હુકમ કર્યો હતો.

પાદરાના સંતરામ મંદિર તમાકુની ખરી પાસે રહેતા ચિરાગ સુકાભાઈ માળી 23 ડ્રાઈવિંગનો ધંધો કરે છે. બે વર્ષ ઉપર પેસેન્જર રિક્ષા ખરીદી હતી. 8મી ઓગસ્ટના રોજ ચિરાગ માળી પેસેન્જર ભરી રિક્ષા લઈ ધંધો કરવા ગયેલ તે દરમિયાન ફુલબાગ જકાતનાકા પાસે ચાર અજાણ્યા માણસો રિક્ષામાં ઘસી આવી જણાવેલ કેબજાજ ફાઈનાન્સમાંથી આવીએ છીએ, તમે હપ્તા ભર્યા નથી, તમારી રિક્ષા લઈ જવામાં આવે છેતેમ કહી રિક્ષામાંથી નીચે ઉતારી રિક્ષા સહિત આર.સી.બુક તથા આધારકાર્ડની ઝેરોક્ષ લઈ છેતરપિંડી કરી જતા રહ્યા હતા. બજાજ ફાઇનાન્સના કર્મચારી હોવાનું જાણવા મળતાં પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અદાલતે નોંધ્યું હતું કે, તપાસ અધિકારીએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજના પ્રિન્ટ આઉટ માં અરજદાર આરોપીઓ શેખ આફતાબહુસેન શોકતમિયા ( રહે - ભોઈવાડા, કહાર મોહલ્લો, પાણીગેટ, વડોદરા) અને શેખ રિઝવાન રહેમાનમિયા (રહેમહેબુબપુરા, નવાપુરા, વડોદરાચોરીની રીક્ષા લઇ જતા નજરે ચઢી રહ્યા છે. જેમાં શેખ રિઝવાન રીક્ષા ચલાવતો હોવાનું અને શેખ આફતાબહુસેન પાછળ બેસેલો હોવાનું બહાર આવ્યું છે.

(6:22 pm IST)