ગુજરાત
News of Friday, 17th September 2021

ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સામે બેરોજગારી,મોંઘવારી અને મહામારી સાથે ચૂંટણીમાં 150 સીટ જીતવાનો પડકાર

દરેક જ્ઞાતિને સાથે લઈ ચાલવાનો અને વિરોધ પક્ષની રણનીતિનો ફેલ કરવાનો પણ પડકાર

અમદાવાદ : કોરોના આફતના શમતા પડઘા વચ્ચે, મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ  રૂપાણીના રાજીનામાં બાદ ગુજરાતની રાજનીતિમાં નવો ભૂકંપ સર્જાયો હતો,  રાજ્યમાં નવી સરકારની રચના જરૂરી બની ગઈ હતી, ત્રણ ચાર દિવસના ગજગ્રાહ, તંગદિલી અને મંથન બાદ આખરે રાજ્યને નવું મંત્રીમંડળ મળ્યું ખરું, પરંતુ  સરકારની  ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેના માંથે જવાબદારીનો ભાર કંઈ ઓછો નથી, ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકાર સામે રાજ્યની સ્થિતિ અને સરકારની ઈમેજ સુધારવા માટે કેવા હશે જોઈએ

પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વિજય રૂપાણીએ તમામ જ્ઞાતિ સમુદાયને સાથે રાખીને ચાલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેમને ધારી સફળતા મળી ન હતી, વિવિધ જ્ઞાતિ જૂથો સમયાંતરે પોતાની નારાજગી પ્રગટ કરવામાં અને સરકાર પર દબાણ  ઊભું કરવામાં સફળ રહ્યા હતા, ત્યારે હવે નવી સરકાર પર પાટીદારો, દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમુદાયને વિશ્વાસમાં લઈને સાથે જાળવી રાખવાનો પડકાર ઊભો છે

વિજય રૂપાણી પાસેથી મુખ્યમંત્રી પદ છીનવી લેવામાં આવ્યું એ બાબત વિજયભાઈ ક્યાંક નબળાં પડ્યા હોઈ શકે તેની તરફ ઈશારો કરી રહી છે, ખાસ કરીને વિરોધપક્ષના પ્રહારને ખાળવામાં વિજયભાઈ ક્યાંક ઉણાં ઉતર્યા હોવાનું ભાજપ હાઈકમાન્ડને લાગ્યું છે, સરકારની નિષ્ફળતાની વાત જનતા સુધી લઈ જવામાં અને જનતામાં રોષ ફેલાવવામાં કોંગ્રેસ ઘણી સફળ રહી છે, અધૂરામાં પૂરું હવે રાજ્યમાં આપ ધીમાં પગલે પ્રવેશ કરીને પોતાની રણનીતિ વિસ્તારી રહી છે, ત્યારે હવે નવી સરકાર પર વિરોધપક્ષી રણનીતિને ધ્વસ્ત કરવાનો મોટો પડકાર મોં ફાડીને ઊભો છે

(12:20 am IST)