ગુજરાત
News of Thursday, 18th February 2021

ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વાણીવિલાસ સામે સરકાર ચૂપ કેમ ? : કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

નીતિનભાઈ પટેલે કહ્યું કે, પોલીસ પ્રશાસન કે કલેક્ટરને ખિસ્સામાં રાખવાની વાત કોઈ ન કરી શકે

અમદાવાદ : વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી વાણી વિલાસ કર્યો હતો  સયાજીપુરામાં કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મધુ શ્રીવાસ્તવે બફાટ કરતા કહ્યું કે પોલીસ અને કલેક્ટર તેમના ખિસ્સામાં છે સાથે તેમનો કોઇ વાળ પણ વાંકો નહીં કર શકે તેવી ડંફાશ પણ મારી હતી. તેની સામે કોંગ્રેસેે સરકાર સામે પ્રશ્ન કર્યો છે કે તંત્ર હજું સુધી મૌન કેમ છે?

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ધારાસભ્યના નિવેદનને અયોગ્ય ગણાવતા કહ્યું કે, પોલીસ પ્રશાસન કે કલેક્ટરને ખિસ્સામાં રાખવાની વાત કોઈ ન કરી શકે. જો કે તેમણે મધુ શ્રીવાસ્તવ સામે કોઇ શિક્ષાત્મક પગલાંની વાત કરી નહીં.

મધુ શ્રીવાસ્તવના નિવેદન મામલે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આજ રાજ્યના શહેરોમાં ગુંડાઓનું રાજ છે. મધુ શ્રીવાસ્તવના આવા બેફામ નિવેદન છતા ભાજપના નેતાઓ મૌન રહે છે અને આવા નિવેદનોથી અધિકારીઓનું મનોબળ તૂટતું હોય છે.

(1:43 pm IST)