ગુજરાત
News of Monday, 17th May 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ,અમરેલી, ભાવનગર અને જૂનાગઢના કલેકટરો સાથે વીડિયોકોલથી કરી વાતચીત : કોવિડ હોસ્પિટલો ની સલામતિ અંગે તેમજ જિલ્લા માં શેલ્ટર હાઉસ માં આશ્રય લઈ રહેલા લોકોની પરિસ્થતિ અંગે જાણકારી મેળવી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પર આવેલા વાવાઝોડા ના લેન્ડ ફોલ થવાની સ્થિતિ અંગે મોડી રાત્રે આ વાવાઝોડાની  વધુ અસર પામનારા જિલ્લાઓ ગીર સોમનાથ ,અમરેલી, ભાવનગર અને જૂનાગઢ ના કલેકટરો સાથે  સ્ટેટ કન્ટ્રોલ રૂમની વીડિયો વોલ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લાઓ માં કોવિડ હોસ્પિટલો ની સલામતિ અંગે તેમજ જિલ્લા માં શેલ્ટર હાઉસ માં આશ્રય લઈ રહેલા લોકો ની પરિસ્થતિ અંગે જાણકારી મેળવી હતી*

મુખ્યમંત્રીશ્રી એ આ જિલ્લાના કલેકટરો ને સતત  સાવચેત રહીને કોઈ માનવ હાનિ ન થાય તે માટે અને વાવાઝોડું પસાર થઈ જાય પછી પણ  સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
તેમણે આ જિલ્લાઓ માં પવન ની ગતિ વરસાદ ની સ્થિતિ ની વિગતો મેળવી સાવચેતી રાખવા પણ સૂચવ્યું હતું

(12:04 am IST)