ગુજરાત
News of Wednesday, 18th May 2022

અમદાવાદ વાડજ ખાતે “જીનીયસ ફાઉન્ડેશન” દ્વારા “જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ 2022″નું અદભૂત આયોજન કરાયું

“વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા” અને “જીનીયસ ફાઉન્ડેશન”ના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા “જીયા જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ”નું આયોજન

મોરબી : “વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા” અને “જીનીયસ ફાઉન્ડેશન”ના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા “જીયા જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ”નું  દર વખતે આયોજન થતું આવ્યું છે ત્યારે આ વખતે આ આયોજન અમદાવાદ અને મુંબઈ એમ બંને જગ્યાએ વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા અને જીનીયસ ફાઉન્ડેશનના ફાઉન્ડર, પ્રેસિડેન્ટ પાવન સોલંકી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.
આ વખતનો આ સાતમો “જીયા જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડ 2021-22” યોજાયો હતો. ઘણા સમયથી આ એવોર્ડસ મેળવવા માટે કોરોનામાં પણ દેશનાના જીનીયસે કમર કસી હતી ત્યારે તેમની કલા અને કૌશલને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. જીનીયસ ઇન્ડિયન અચિવર્સ એવોર્ડનું લક્ષ્ય ખાસ કરીને લોકોની અંદર રહેલી કલાને જાગૃત કરવાનો અને સમાજના અંતરયાળ વિસ્તારમાં રહેલી છુપાયેલી કલાના કલાકારોને બહાર લાવવાનો પ્રયત્ન છે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપી દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં અલગ ઓળખ આપવાનો છે.શિક્ષણ,સામાજિક, રાજકીય ક્ષેત્રે કુશળતાપાત્ર મહિલાઓને, અને રેકોર્ડ બનાવી ચૂકેલાને આ પ્લેટફોર્મ પ્રાપ્ત થાય છે.
આઝાદીના 75 વર્ષની ઉજવણી પૂરો દેશ કરી રહ્યો છે ત્યારે શ્રી પાવન સોલંકીએ પણ આ વખતે આ બાબતનું પણ ધ્યાન રાખી ઉજવણીમાં સામેલ થઈ 75 યોગ્યતા ધરાવતા લોકોને 20 જુદી જુદી શ્રેણીમાં વિભાજિત કરી એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.
5 મહાનુભાવોને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પંડિત આર. બી. નાયર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, શામજીભાઈ પટેલ, ઉમેશ મહેતા, મંજુલાબેન દેત્રોજાનો સમાવેશ થાય છે.
આ એવોર્ડના ગેસ્ટ તરીકે  પોલીસ કમિશનર – આપીએસ અજય ચૌધરી, પત્રકાર સમજીભાઈ પટેલ, ડૉ. વિરાજ અમર (ગાયક), સ્નેહ દેસાઈ (સ્પીકર), અમિત ઠાકર આઇએએસ, આલોક પાંડે અને વિરલ પરીખ, અકુલ રાવલ (મ્યુઝીસિયન)  ફૈઝાન ખાન એન્ડ ફેમિલી (વાયોલિન) અને દીપક શર્મા એ ફાસ્ટેસ્ટ ટાઈ બાંધવા પરફોર્મન્સ આપ્યું હતું.
“જીનીયસ ફાઉન્ડેશન” અને “વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા” અત્યાર સુધીમાં 200 થી વધુ લોકો ની આવડત અને શોધીને સન્માનિત કરી ચૂક્યા છે. ત્યારે આ વાતની ગૌરવતા તેઓ અનુભવી રહ્યા છે.

(9:19 pm IST)