એક વર્ષથી રાજપીપલા જીલ્લા જેલમાંથી પેરોલ ઉપરથી ફરાર કેદીને વડોદરાથી ઝડપી પાડતી જિલ્લા,LCB
(ભરત શાહ દ્વારા):રાજપીપળા : રાજપીપળા જિલ્લા જેલમાંથી જામીન પરથી ફરાર કેદીને નર્મદા એલસીબી એ પકડી પાડયો હતો
પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના અનુસંધાને જીલ્લાના કેવડીયા પો.સ્ટેનાં ગુનાના કામે કાચા કામના કેદી તરીકે રાજપીપલા જીલ્લા જેલમાંથી વચગાળાની જામીન રજા ઉપર ગયેલ દિવ્યાંગભાઇ ઉર્ફે ચીંન્દ્ર મહેન્દ્રપ્રસાદ જોષી( રહે . એ -૧ , શરણમ રેસીડન્સી , કોયલી સીંધરોટ રોડ , વડોદરા)નાનો વચગાળાની રજા ઉપરથી પરત જેલે હાજર ન થતા ફરાર થયેલ જેને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી. નર્મદાનાએ ટેક્નીકલ તથા ખાનગી બાતમીદારથી વડોદરા ખાતે હોવાની બાતમી આધારે વડોદરા ખાતે થી ઝડપી પાડી ગુનાના કામે કેવડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે