ગુજરાત
News of Wednesday, 18th May 2022

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલથી શરૂ થનાર ખેલ મહાકુંભની રાજપીપળા ખાતે તૈયારીઓ પૂર્ણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ વિધાલય , ખાતે નર્મદા જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત દક્ષિણ ઝોનકક્ષાની હેન્ડબોલ અને વોલીબોલ ની સ્પર્ધા યોજાશે.
 આ બાબતે નર્મદા જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુ વસાવાએ જણાવ્યુ કે , હાલમાં રાજ્ય સરકાર ધ્વારા આયોજીત ખેલમહાકુંભ ચાલી રહ્યો છે . જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ માટે અગાઉ શાળાથી માંડીને તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઇ ગયા બાદ હવે દક્ષિણ ઝોન કક્ષાની સ્પર્ધાઓ શરૂ થઇ છે જેમાં નર્મદા જિલ્લામાં તા .૧૮ / ૦૫ / ૨૦૨૨ થી ૨૩/૦૫/૨૦૨૨ સુધી સવારે ૦૭:૦૦ કલાકથી ૧૧:૦૦ સુધી અને સાંજે ૦૬:૦૦ થી રાત્રીના ૧૧:૦૦ કલાક સુધી શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ વિધાલય,રાજપીપલા ખાતે દક્ષિણ ઝોન કક્ષાની અન્ડર - ૧૪ , અંન્ડર -૧૭ અને ઓપન એજ વયજુથની હેન્ડબોલ ( ભાઇઓ / બહેનો ) , વોલીબોલ ( બહેનો )ની સ્પર્ધા યોજાનાર છે . જેમાં ૮ જિલ્લાના જુદા - જુદા ખેલાડીઓ ભાગ લેનાર છે . નર્મદા જિલ્લાના ખેલ પ્રેમીઓને હેન્ડબોલ અને વોલીબોલ ની યોજાનાર સ્પર્ધા જોવા માટે હાર્દિક આમંત્રણ છે.

(10:13 pm IST)