ગુજરાત
News of Wednesday, 18th May 2022

મિત્રની ઓળખથી વર્ષોથી નાસતો-ફરતો પત્‍નીનોલ હત્‍યારો તરૂણ આખરે અમદાવાદ પોલીસના સકંજામાં

બેંગ્‍લોરથી પ્રવિણ પટેલ નામના વ્‍યકિતના કોલ પરથી 15 વર્ષે પોલીસે પકડી લીધો

અમદાવાદઃ 2003માં વેલેન્‍ટાઇન ડે પર અમદાવાદના બોપલ વિસ્‍તારના સજની નામની યુવતિની હત્‍યા થતા હત્‍યારાને શોધતી પોલીસ ઘણા વર્ષો બાદ નાસતા ફરતા મિત્ર પ્રવિણ પટેલની ઓળખ આપી પતિ તરૂણને પોલીસે ફોન કોલ્‍સની ડીટેઇલ પરથી પકડી પાડયો છે.

42 વર્ષનો આરોપી તરૂણ જિનરાજ 2003 થી ફરાર હતો. તેના પર 2003 માં વેલેન્ટાઇન ડે પર પોતાની પત્ની સજની નાયરની હત્યાનો આરોપ હતો. તરૂણ કેરલનો રહેવાસી હતો અને તે ગુજરાતના અમદાવાદમાં પીટી ટીચર હતો. તેના લગ્ન વર્ષ 2002 માં કેરલની રહેવાસી સજની સાથે થયા હતા.

વર્ષ 2003 માં વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીની વાત છે. પોલીસને સૂચના મળી હતી કે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક મર્ડર થયું છે. સૂચના મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ. જોયું તો ઘરના ત્રીજા માળે એક વ્યક્તિ મહિલાની લાશની બાજુમાં બેસીને રડી રહ્યો હતો. રડનાર વ્યક્તિ તરૂણ હતો અને મૃતકા તેની પત્ની હતી.

વર્ષ 2016 ની વાત હતી, પોલીસને જાણવા મળ્યું કે તરૂણ જેવો દેખાતો એક વ્યક્તિ દિલ્હીના એક મોલમાં જોવા મળ્યો છે. ત્યારબાદ પોલીસે આરોપીના સંબંધીઓ અને મિત્રોના કોલ રેકોર્ડ ફંફોળ્યા. તેમાં જાણવા મળ્યું કે તેની માતાના નંબર પર બેંગલોરથી પ્રવીણ પટેલ નામનો કોઇ વ્યક્તિનો કોલ આવ્યો છે, પોલીસે તે વ્યક્તિ જાણકારી પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું.

પોલીસે પૂછપરછ કરી તો તે આઘાતમાં હોવાનું બહાનું બનાવી હોસ્પિટલમાં એડમિટ થઇ ગયો. આ દરમિયાન તક જોઇને તે હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. પોલીસે આરોપીને શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મળ્યો નહી. પોલીસે પણ સમય જતાં તેની શોધખોળ બંધ કરી દીધી. પોલીસને જણવા મળ્યું કે પ્રવીણ પટેલ તરૂણનો મિત્ર છે અને તે તેની ઓળખના દમ પર સંતાડી રહ્યો હતો. જોકે પ્રવીણ આરોપી પર પોતાની ઓળખનો ઉપયોગ કરવાને લઇને ફરિયાદ નોંધાવી ચૂક્યો છે. પોલીસે તમામ પુરાવાના આધાર પર આખરે તરૂણની ધરપકડ કરી લીધી છે.

(5:31 pm IST)