ગુજરાત
News of Wednesday, 18th May 2022

દેડીયાપાડા હરિજનવાસના કબજા વાળી જમીન પર અન્ય શખ્શોએ દબાણ કરતા કલેકટરને આવેદન અપાયું

( ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં આવેલા હરિજનવાસના કબજા વાળી જમીન પર અન્ય શખ્શોએ દબાણ કરવા બાબતે આજરોજ નર્મદા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું

આજરોજ રાજપીપળા જિલ્લા સેવાસદન ખાતે દેડીયાપાડા ગામના હરિજનવાસ ના રહીશો એ કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું કે હરિજનવાસમાં અસ્પૃશતા નિવારણનો કાર્યક્રમ ડેડિયાપાડાના સરપંચ હિમતભાઈ જાનીયાભાઈ વસાવાએ હરિજનવાસમાં આવીને સત્યનારાયણની કથા તેમજ ગામના લોકોને આભડછેડ દુર કરવા માટે એકબીજા સાથે રહેવા માટે નો કાર્યક્રમ રાખેલ હતો.આ કાર્યક્રમ પુરો થયા બાદ , અમોએ સરપંચને વાત કરી કે અમારે મેલડીમાતા નું મંદિર બનાવવુ છે . ત્યારે જે નાળુ છે . તેની પાસે જગ્યાએ છે . તે જગ્યા અમોએ માંગણી કરતા તે વખત સરપંચ હિંમતભાઈ એ , મંદિર બાધવા માટે મૌખિક પરમીશન આપેલ હતી પરંતુ સમાજના લોકોનું આર્થિક પાસુ નબળુ હોવાથી મેલડી માતાનું મંદિર બનાવી શકાયું નથી.અને આ જગ્યા બાબત ઘણી વાર ના પાડવા છતા ગામના અન્ય લોકો જેવા કે પંચાલ કનુભાઇ તથા રવિન્દભાઇ તિરબાજભાઈ વસાવા અને પ્રકાશભાઇ મહેન્દ્રભાઇનાઓએ આ કબજામાં ગેરકયદેસર રીતે ઘુસી જઇને , પચાવી પાડી દુકાનો બનાવી દિધેલ છે.
આ બાબતે ઘણીવાર ગ્રામ પંચાયતમાં અરજીઓ આપેલ , પરંતુ અરજી બાબતે કોઇ જવાબ , નિકાલ કે અન્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી.જેથી આ કબજા બાબતે હરિજનવાસના લોકો નારાજ અને હોય , જે બાબતે ઝડપી અને યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા સમાજની લોકોની નમ્રતાપૂર્વક અને ભારે તજવીજ સાથે માંગણી કરીએ કરાઈ છે

(10:13 pm IST)