ગુજરાત
News of Wednesday, 18th May 2022

હાર્દિક પટેલ અંગે ભાજપ નેતા વરુણ પટેલના નિવેદન મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું- પ્રદેશ અધ્યક્ષનો નિર્ણય ફાઇનલ હશે

સાંસદ વસાવાએ કહ્યું કે વરુણ પટેલથી પાર્ટી ચાલતી નથી: હાર્દિક પટેલ શક્તિશાળી યુવા નેતા છે: ઘણા કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાયા છે હજુ પણ જોડાવાના છે.

હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ કહ્યું, સી.આર.પાટીલ જે નિર્ણય કરશે તે જ ફાઇનલ રહેશે. મનસુખ વસાવાએ કહ્યું કે હાર્દિક પટેલ શક્તિશાળી યુવા નેતા છે. હવે હાર્દિક પટેલે નિર્ણય લેવાનો છે કે કઈ પાર્ટીમાં જવુ. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે નહીં તે ગુજરાત પ્રદેશ ભાજપ નિર્ણય લેશે. વરુણ પટેલે આપેલા નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે વરુણ પટેલથી પાર્ટી ચાલતી નથી. સી.આર.પાટીલ જે નિર્ણય કરશે તે જ ફાઇનલ રહેશે. ઘણા કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાયા છે હજુ પણ જોડાવાના છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિકના રાજીનામા પર ભાજપ નેતા વરુણ પટેલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે, ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી. ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતા કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે.બાકી જેને જયાં જવું હોય ત્યાં જઈ શકે છે.

(10:31 pm IST)