ગુજરાત
News of Thursday, 17th June 2021

અમદાવાદમાં સુપર સ્પ્રેડરોનું રસીકરણ પુરજોશમાં : પોલીસ તંત્ર અને મનપાએ શરૂ કર્યો મેગા ડ્રાઈવ

શહેરના સાત ઝોનમાં 1058 સુપર સ્પ્રેડરે વેકસીન લીધી: મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં વેકસીનેશન સૌથી વધુ

અમદાવાદ :શહેરમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સુપર સ્પ્રેડર ગણાતા લોકોનું વેકસીનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના સાત ઝોનમાં સુપર સ્પ્રેડરની ઓળખ કરીને તેમણે વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

 શહેરમાં ચાલી રહેલા સુપર સ્પ્રેડરના વેકસીનેશન અભિયાનમાં શાહીબાગ પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા પોલીસવાનમાં સુપર સ્પ્રેડરને સેન્ટર સુધી લઇ જવાની કામગીરી કરવામાં આવી રહી છે. વેકસીનેશન અભિયાનમાં શહેરના સાત ઝોનમાંથી મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં વેકસીનેશન સૌથી વધુ થયું છે.

શહેરમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા સુપર સ્પ્રેડર ગણાતા લોકોનું વેકસીનેશન અભિયાનમાં શાકભાજી વિક્રેતા, કરિયાણાના દુકાનદારો સહિત અન્ય વેપારીઓ માટે ફરજીયાત વેકસીનેશન હાથ ધરવામાં આવ્યું છે.

જેના પગલે શહેરમાં પ્રથમ વાર વેકિસનેશન સેન્ટર પર મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 7 ઝોનમાં 1058 સુપર સ્પ્રેડરે વેકસીન લીધી હતી. જેમાં 1058 માંથી 18 થી 44 વર્ષના 797 જ્યારે 45 થી ઉપરના લોકોની સંખ્યા 79 નોંધાઇ હતી. આ ઉપરાંત સુપર સ્પ્રેડરને ફરજીયાત રસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેની માટે કલેકટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.

(1:01 am IST)