ગુજરાત
News of Friday, 18th June 2021

ગાંધીનગર જિલ્લાના જમિયતપુરામાં રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઇ જવાતો પોલીસે ઝડપી પાડયો

ગાંધીનગર:જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર નજીક જમિયતપુરા પાસેથી અડાલજ પોલીસની ટીમે રીક્ષામાં વિદેશી દારૃ અને બિયરના જથ્થા સાથે અમદાવાદના બે શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી દારૃ અને બિયરની ૧૮૯ બોટલ કબ્જે કરવામાં આવી હતી. દારૃ આપનાર મહેસાણાના શખ્સ સામે પણ ગુનો નોંધી પોલીસે ૮૬ હજારનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.     

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૃ મોકલીને તેની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોય છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી દારૃની હેરાફેરી કરતાં આવા તત્ત્વોને પકડી રહી છે. અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.ભરતભાઈને બાતમી મળી હતી કે રીક્ષા નં.જીજે-ર૭-વી-૯૭૩૪માં બે શખ્સો વિદેશી દારૃ ભરીને મહેસાણાથી અડાલજ તરફ જઈ રહયા છે. જે બાતમીના પગલે જમિયતપુરા પાસે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા આવતાં તેને ઉભી રાખી તેમાં સવાર સુમિત વિનોદભાઈ સોની રહે.કે-૪૦૧ઘનશ્યામ કોમ્પ્લેક્ષ ચાંદલોડીયા અમદાવાદ અને કમલેશ અર્જુનજી ઝાલા રહે.બ્લોક નં.૧ મકાન નં.૧૦ઔડા આવાસ યોજના નોબલનગર અમદાવાદ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની રીક્ષામાં રહેલા પ્લાસ્ટીકના થેલા તપાસતાં તેમાંથી વિદેશી દારૃ અને બિયર મળી ૧૮૯ બોટલો કબ્જે કરવામાં આવી હતી. આ દારૃ મહેસાણાના રાજુ રાવળે ભરી આપ્યો હોવાનું ખુલયું હતું. જેથી પોલીસે તેનેે પકડવા દોડધામ શરૃ કરી છે અને કુલ ૮૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

(5:58 pm IST)